બેસ્ટ બેકરી કેસના 4 દોષિતો વડોદરા જેલમાં ખસેડાયા

ચાર સાક્ષીઓના નિવેદનના આધારે મુંબઇની ટ્રાયલ કોર્ટે ફરમાવેલી આજીવન કેદની સજા પર મુંબઇ હાઇ કોર્ટે સ્ટે મૂક્યો હતો. આ ઉપરાંત કોર્ટે અન્ય 5 લોકોને પુરાવા નહીં હોવાના આધારે છોડી મૂક્યા હતા.
ગુજરાતના રમખાણો સંબંધિત પ્રથમ કેસને સૌપ્રથમવાર ગુજરાતની બહાર ચલાવવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ તેને મુંબઇની હાઇકોર્ટમાં ખસેડાવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 27 ફેબ્રુઆરી, 2002ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ભભૂકી ઉઠેલી રમખાણની આગમાં 1 માર્ચ 2002ના રોજ વડોદરામાં આવેલી બેસ્ટ બેકરીમાં એક જ પરિવારના 14 સભ્યોને હૂમલો કરી જલાવી દેવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
