ગુજરાતમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન, વિજેતાને 5 લાખનું ઇનામ મળશે

અમદાવાદ સહિત ગુજરાતના ચાર મહાનગરોમાં ગણેશોત્સવને ખાસ બનાવવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવાનો છે.

ganesh chaturthi

આ સ્પર્ધા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો તેમજ રાજ્યના બાકીના ૨૯ જિલ્લાઓમાં અલગ-અલગ યોજાશે.

મહાનગરો માટે : દરેક મહાનગરમાંથી શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોની પસંદગી કરવામાં આવશે.

  • પ્રથમ ઇનામ : ૫,૦૦,૦૦૦
  • દ્વિતીય ઇનામ : ૩,૦૦,૦૦૦
  • તૃતીય ઇનામ : ૧,૫૦,૦૦૦

જિલ્લાઓ માટે: ૨૯ જિલ્લાઓમાંથી પણ શ્રેષ્ઠ ૩ પંડાલ અને ૫ પ્રોત્સાહન ઇનામ માટે પસંદ કરવામાં આવશે.

  • પ્રથમ ઇનામ : ૫,૦૦,૦૦૦
  • દ્વિતીય ઇનામ : ૩,૦૦,૦૦૦
  • તૃતીય ઇનામ : ૧,૫૦,૦૦૦
  • ૫ પ્રોત્સાહન ઇનામ : દરેકને ૧,૦૦,૦૦૦

આ સ્પર્ધા માટે એક ખાસ મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે. મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જિલ્લાઓમાં કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ રહેશે.

પંડાલનું મૂલ્યાંકન નીચેના માપદંડો પર થશે.

  • પંડાલનું શણગાર
  • સામાજિક સંદેશ
  • ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા
  • દેશભક્તિને પ્રોત્સાહન આપતી 'ઓપરેશન સિંદૂર' જેવી થીમ
  • સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ
  • ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય તે રીતે સ્થળની પસંદગી
  • સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
  • ગણેશ પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ

જિલ્લા સ્તરે પસંદ થયેલા પંડાલોની વિગતો રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાં તેમાંથી શ્રેષ્ઠ પંડાલોને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ગણેશ પંડાલના આયોજકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી નિયત ફોર્મ મેળવવાનું રહેશે. અમદાવાદ માટે આ ફોર્મ રવિશંકર રાવળ કલા ભવન પ્રથમ માળ એલિસબ્રિજ લો ગાર્ડન ખાતે ઉપલબ્ધ છે.

ભરેલું ફોર્મ ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં કચેરીના સમય દરમિયાન જમા કરાવવું ફરજિયાત છે. વધુ માહિતી માટે તમે ૯૪૦૯૬૦૫૨૯૭ અથવા ૯૯૦૯૫૫૧૦૩૧ પર સંપર્ક કરી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X