ભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

ભચાઉઃ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

કચ્છના ભચાઉમાં માનવતાને પણ શરમાવે તવો કિસ્સો સામે આવ્યો હતો. 19 વર્ષના નરાધમે 4 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભચાઉ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આરોપીને દબોચી લીધો છે.

bhachau

આરોપીને દબોચી લેવા માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી હતી. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 363, 376(3)(એ)(બી) તથા પોક્સો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને શોધવા માટે એલસીબી પૂર્વ કચ્છ તથા ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ સતત પ્રયત્નશીલ હતી.

ઘટના સમયે આજુબાજુના વિસ્તારોમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી મળેલ માહિતીના આધારે આ ગુનો આચરનાર શખ્સને શોધી કાઢ્યો હતો. આકરી પૂછપરછ બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.

મળેલી માહિતી મુજબ આરોપીની ઓળખ 19 વર્ષીય ઇસ્માઇલ સાયકુલા લશ્કર તરીકે થઇ છે. મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. આરોપી ભચાઉમાં એકલો જ રહેતો હતો અને તેની મોબાઇલ હિસ્ટ્રીમાંથી જાણવા મળ્યું કે તેને પોર્ન એડિક્ટ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X