ભજિયાનો ઓર્ડર લેનાર આ ગુજરાતી હવે કોર્ટમાં આપશે ઓર્ડર
નવસારી, 30 મે: ગુજરાતના નવસારીમાં એક ભજિયા તળનારે સિવિલ જજની પરીક્ષા પાસ કરી ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તે લગભગ 18 વર્ષથી લોકો પાસે ભજિયાના ઓર્ડર લઇને તેમને સર્વ કરે છે અને હવે તે ટૂંક સમયમાં કોર્ટમાં જજ બનીને ઓર્ડર આપશે. અહીં વાત છે કે ચિખલીના સમરૌલી ગામમાં રહેનાર સુભાષ ત્રિપાઠીની જે ચિખલીમાં પોતાના પિતાની સાથે ભજીયાની લારી ચલાવે છે. પરિવારના વિરોધ અને નાણાંકીય ભીડ હોવાછતાં તેની મહેનત અને આત્મવિશ્વાસમાં કોઇ ઉણપ આવી નહી અને આજે તે જજ બની ગયો.
સુભાષ ત્રિપાઠી એક સિવિલ જજ તરીકે પોતાની નિમણૂંકની રાહ જોઇ રહ્યો છે. ચિખલી કોર્ટમાં પાંચ વર્ષ સુધી વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહેલા સુભાષ ત્રિપાઠીનો પરિવાર વારાણસીથી સુરત નજીક આવેલા ચિખલી ગામે વસવાટ શરૂ કર્યો હતો. ચિખલીના સમરૌલી ગામમાં તે એક નાનકડા ઘરમાં રહે છે.
લારી અને તડકાથી બચવા માટે તંબૂ લગાવીને ભજિયા વેચનાર સુભાષના પિતાએ આને પોતાની નસીબ માની લીધું હતું. તેમને ક્યારેય વિચાર્યું ન હતું કે નસીબના આડે પાંદડું હટશે. જે પુત્રને ભજિયા તળવાની બદલે વાંચતા જોઇ તેને ઠપકો આપતાં હતા આજે તે પુત્રએ તેમના નસીબ બદલી લીધા છે.

સુભાષના પરિવાર ગરીબીથી પીડાતો હતો બે ટંકનું પેટીયું રળવું પણ મુશ્કેલ હતું પરંતુ ઇરાદા મજબૂત હતા. પિતાની ભજિયાની લારી પર મદદ કરાવ્યા બાદ જે સમય મળતો હતો તે સમય દરમિયાન અભ્યાસ કરતો હતો અને તેના પરિણામ સ્વરૂપે આજે સુભાષે સિવિલ જજની પરિક્ષામાં 75મો રેંક મળ્યો છે.
એક સમયે સુભાષના અભ્યાસથી નારાજ તેના પિતા અને પરિવારને આજે સુભાષ પર ગર્વ છે કારણ કે આજે તેમના પુત્રએ સમાજમાં તેમનું સન્માન વધાર્યું છે અને એવા લોકોને આગળ વધવાની પ્રેરણા પુરૂ પાડી છે જે લોકો મુશ્કેલ પરિસ્થિતીમાં હાર માની લે છે.
સુભાષના પિતાજીએ 1987માં ચિખલી બસ સ્ટેશનની બહાર ભેજિયાની લારી શરૂ કરી હતી. ત્યારે સુભાષની ઉંમર ફક્ત 6 વર્ષની હતી અને ત્યારથી તે પોતાના પિતાના કામમાં મદદ કરતો આવ્યો છે. સુભાષનું કહેવું છે કે મુશ્કેલીભર્યા દિવસોમાં પણ તેને હિંમત હારી નથી.
તેને 12મા ધોરણમાં 83 ટકા મેળવ્યા હતા અને તે ડૉક્ટર બનવા માંગતો હતો. તે દરમિયાન તેના પિતાને હદયરોગનો હુમલો થતાં તેની તબિયત બગડી અને 6 લોકોના પરિવારની આર્થિક સ્થિતી ખોરવાઇ ગઇ. અને તેને પિતાના કામકાજ સંભાળી લીધું. તેને જણાવ્યું હતું કે 12 કલાક સુધી ભજિયા વેચવાનું અને પ્લેટ સાફ કરવાનું કામ કરતો હતો અને મુશ્કેલીથી ઘરનું ગુજરાન ચલાવતો હતો.












Click it and Unblock the Notifications
