ભારત બંધ દરમિયાન ગુજરાતમાં ક્યાંક ઉગ્ર તો ક્યાંક શાંત વિરોધ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

આજે ગુજરાતમાં સવારથી જ ભારત બંધના લીધે મોટા ભાગના વિસ્તારમાં દુકાનો બંધ જોવા મળી હતી તો બપોર બાદ અમદાવાદન સી.જી રોડ. લો ગાર્ડન, પંચવચી અને આંબાવાડી પાસે દુકાનો બંધ કરાવવામાં આવી હતી. તેમજ બીઆરટીએસની બસ સળગાવવાનો પ્રયત્ન થતા બસ બંધ કરાવવામાં આવી હતી. તો ચાંદખેડામાં દલિતા આગેવાનોએ પરાણે દુકાનો બંધ કરાવી હતી.

તો બોટાદ જિલ્લાના કારિયાણી ગામમાં દલિસ સમાજે ટાયર સળગાવીને વિરોધ કર્યો હતો. તો જામનગરમાં પણ દલિતોએ ઠેર છઠેર ચક્કાજામ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જામનગરમાં દ્વારકા રોડ પર ચક્કાજામ કરતા રિલાયન્સ અને એસ્સાર કંપનીમાં જતા કર્મચારીઓ રસ્તા પર જ અટવાઈ ગયા હતા.

મોટા પાયે વિરોધ પ્રદર્શન

મોટા પાયે વિરોધ પ્રદર્શન

રિલાયન્સ એસ્સાર જતા કર્મચારીઓ ચકાજામ માં ફસાયા. લાલ બનગલાં સર્કલ, ભીમવાસ માં તોડા એકઠા થતા પોલીસ કામે લાગી. તો કચ્છ અને ગાંધીધામમાં દલિત સમાજ દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ જયભીમન નારા સાથે મુખ્ય રસ્તાઓ પર લોકો ઉમટી પડ્યા હતા. અને ગાંધીધામમાં પણ આ રીતે પ્રદર્શન કરતા મોટા પાયે ટ્રાફિક જામ થયો હતો જયાં દલિતોએ ઘરણાં કર્યા હતા. તેમજ કંડલા નેશનલ હાઇવે પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ધરણાંમાં મહિલાઓ પણ જોડાઈ હતી.

એક્ટ્રોસિટી એક્ટમાં બદલાવ

એક્ટ્રોસિટી એક્ટમાં બદલાવ

જ્યારે નવસારી શહેર અને જિલ્લામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચીતજન જાતિના લોકો સુપ્રીમ કોર્ટના વિરોધમાં એક્ટ્રોસિટી એક્ટમાં બદલાવ બદલ જાહેરમાર્ગો પર રેલી સ્વરૂપે આવી શહેરના માર્ગો બ્લોક કર્યા હતા તેમજ દલિતોએ શહેરના માર્ગો પર ફરીનેકલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. તેમજ અનસૂચિત જાતિ તેમજ જનજાતિના લોકોએ નવસારી ગ્રીડ પાસે ચક્કાજામ પણ કર્યો હતો. તેજમ અમદાવાદથી મુંબઇ અને મુંબઇથી અમદાવાદ જતો હાઇવે બંધ કરતા વાહનચાલકો અટવાયા છે. તો ચીખલી તાલુકામાં પણ બંધને પ્રતિસાદ મળ્યો

દુકાનો બંધ કરવામાં આવી

દુકાનો બંધ કરવામાં આવી

બારડોલી ના રાજમાર્ગ ખાતે વિવિધ દલિત અને આદિવાસી સંગઠન દ્વારા ભારત બંધ ના એલાન ને પગલે દુકાનો બંધ કરવામાં આવી અને સુરત એસટી સેલ દ્વારા વિરોધ પ્રદર્સન કરવામાં આવ્યું.

દલિત સમાજ દ્વારા એટ્રોરોસિટી એકટ મા ફેરબદલ

દલિત સમાજ દ્વારા એટ્રોરોસિટી એકટ મા ફેરબદલ

તો દ્વારકામાં દલિત સમાજ દ્વારા એટ્રોરોસિટી એકટ મા ફેરબદલ ની ભાલામલ ની વિરુદ્ધ માં ભારત બંધ ના એલાન ને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ દલિત સમાજ દ્વારા વેરાડ નાકે રસ્તાપર ટાયરો સળગાવી ને ચક્કાજામ કર્યો હતો પરંતુ તુરત જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરાવ્યો છે

English summary
Bharat bandh protest in Gujarat. The bus was closed while trying to burn the BRTS bus.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.