For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી સંક્રમિત ભરતસિંહ સોલંકીની હાલત નાજુક, વેન્ટીલેટર પર રખાયા

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની હાલત બગડી રહી છે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની હાલત બગડી રહી છે. કોરોના વાયરસે તેમને જકડી રાખ્યા છે. ડૉક્ટરોએ ઉપચાર દરમિયાન તેમને પ્લાઝમા થેરેપી આપી જે નિષ્ફળ રહી. હવે ભરતસિંહ વેન્ટીલેટર પર છે. તેમની સ્થિતિ જાણવા માટે ગુજરાત કોંગ્રેસના નેતા હોસ્પિટલ પહોંચી રહ્યા છે. અમિત ચાવડા પણ આવ્યા અને ડૉક્ટર્સ સાથે વાતચીત કરી.

Bharat Singh Solanki

તમને જણાવી દઈએ કે ભરતસિંહ ગયા મહિને જૂન 2020માં થયેલ રાજ્યસભા ચૂંટણીમાં શામેલ થયા હતા. ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જેમાં રિપોર્ટ પૉઝિટીવ આવ્યો. 21 જૂને તેમનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ તેમને પહેલા તો વડોદરા અને બાદમાં અમદાવાદની સિમ્સ હોસ્પટિલમાં લઈ જવામાં આવ્યા. જ્યાં દવાઓ તેમજ ઈંજેક્શનની કોઈ અસર ન થવાના કારણે પ્લાઝમા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો.

પરંતુ તેમછતાં ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. માહિતી મુજબ રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપ તેમજ કોંગ્રેસના ઘણા નેતાઓને તે મળ્યા હતા. તે અમુક કોંગ્રેસી ધારાસભ્યો સાથે અંબાજી મંદિરના દર્શન કરવા પણ ગયા હતા. એ વખતે તેમનુ ટેમ્પરેચર વધી ગયુ હતુ. જો કે ચૂંટણીની ભાગદોડમાં તેમણે આને ગંભીરતાથી લીધુ નહિ અને બાદમાં તેમના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ થઈ હતી.

ભારતની પહેલી કોરોના વેક્સીન Covaxinની હ્યુમન ટ્રાયલ શરૂ, જાણો તેના વિશે ખાસ વાતોભારતની પહેલી કોરોના વેક્સીન Covaxinની હ્યુમન ટ્રાયલ શરૂ, જાણો તેના વિશે ખાસ વાતો

English summary
Bharat Singh Solanki on ventilator due to covid-19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X