જાણો તમારા ઉમેદવારને : જસદણથી ભાજપના ભરતભાઈ બોઘરા

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ છેલ્લા ચરણમાં છે ત્યારે ભાજપ દ્વારા તેના ઉમેદવારની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમા જસદણની વિધાનસભા સીટ પરથી ભરતભાઈ બોઘરાની પસંદગી કરવામાં આવી હતી. તો ભરતભાઈ બોઘરા અને તેમની રાજકરણ કારકિર્દી વિષે થોડુ જાણીએ. ભરતભાઈનો જન્મ રાજકોટના જસદણ તાલુકાના કમાલપુર ખાતે થયો હતો. તેમના પિતાનું નામ ખોદાભાઈ જાધવભાઈ બોઘરા છે. ભરતભાઈ 12મી વિધાનસભાના સદસ્ય રહી ચુક્યા છે.

BJP

myneta. in પરથી મળતી માહિતી અનુસાર 33 વર્ષના ભરતભાઈ બોઘરાએ આઇયૂએનઆઈ જામનગર માંથી તેમણે ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અને સમાજ સેવા છે. તેઓ ધ્રુવ કોટન પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડના નિયામક છે. આ ઉપરાંત તેઓ ઓલ ગુજરાત સ્પિનિંગ મિલ એસોસિએશનના અધ્યક્ષ પણ છે. તેમની સંપત્તિ વિષે વાત કરવામાં આવે તો લગભગ 2 કરોડ જેટલી સંપત્તિના માલિક છે. ભરતભાઈ બોઘરાના પત્ની ડૉક્ટર છે. ભરતભાઈ પર અત્યાર સુધીમાં કોઈ પણ ગુનાહિત્ત પ્રવૃતિનો કેસ નથી નોંધાયો.

English summary
bharatbhai boghra bjp candidate from jasdan assembly seat. Read more detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.