Bharuch MGNREGA scam : ભરૂચ મનરેગા કૌભાંડના મુખ્ય આરોપી હીરા જોટવાને જામીન મળ્યા, 7 કરોડના કૌભાંડનો આરોપ

Bharuch MGNREGA scam : ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડના મુખ્ય સૂત્રધાર હીરા જોટવાને જામીન મળી ગયા છે. 7 કરોડથી વધુની રકમના આ કૌભાંડમાં જોટવા અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં કુલ 16 કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હતી.

આ કેસમાં ચાર્જશીટ રજૂ થયા બાદ હીરા જોટવા દ્વારા કોર્ટ સમક્ષ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી.

Bharuch MGNREGA Scam

હિરા જોટવાના વકીલે અરજીની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)ના મહત્વના ચુકાદાઓને ટાંકીને જામીન મુક્ત કરવા દલીલો કરી હતી. કોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખીને હીરા જોટવાની જામીન અરજી મંજૂર કરી છે.

કોર્ટે આપેલા આ જામીનના હુકમને ભરૂચ પોલીસ ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. પોલીસ હવે આગામી કાયદાકીય કાર્યવાહી અંગે વિચારણા કરશે.

જણાવી દઈએ કે, ભરૂચ પોલીસે મનરેગા કૌભાંડના સંદર્ભમાં હીરા જોટવા, તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને રાજેશ દરજીની ધરપકડ કરી હતી. 11 ગામોના સર્વેમાં સરકારી ભંડોળનો ગેરઉપયોગ થયો હોવાનો આરોપ છે. આરોપીઓ પર બનાવટી દસ્તાવેજો દ્વારા સરકારી ભંડોળ ગેરકાયદેસર રીતે ઉપાડીને વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X