ભરૂચ, નર્મદા અને વડોદરાના 108 ગામો હાઇ એલર્ટ પર
કેવડિયા કોલોની, 25 ઑગસ્ટ : મધ્ય પ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદનમા કારણે ગુજરાતના ત્રણ જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. ભરૂચ, નર્મદા અને વડોદરાના 108 ગામોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પૂરમાં ફસાયેલા 6 હજાર લોકો સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. નર્મદા નદી છલકાવાના કારણે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સ્તરે છલકાઇ રહ્યો છે, જે 131 મીટરને પાર થઇ ગયું છે.
ભરૂચમાં નર્મદા નદી સંપૂર્ણ રીતે છલકાઇ રહી છે, ખતરાના નિશાન પર લગભગ 10 ફૂટ ઉપર વહી રહી છે. જેના પગલે ભરૂચના નીચલા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આવામાં લોકો પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત સ્થાનો પર જવા માટે મજબૂર થઇ ગયા છે. નર્મદાના પાણી દ્વારા મચેલી તબાહીમાં ભરૂચ જિલ્લાના 36 ગામો સંપૂર્ણ રીતે પાણીની ઝપેટમાં આવી ગયા છે. લગભગ 15 હજાર હેક્ટર જમીન પર ઊભા પાકને નુકસાન થયું છે. પૂરમાં ફસાયેલા લોકોના રાહત અને બચાવ કામમાં સૂરત અને વડોદરાથી ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો લગાવવામાં આવી છે.
સ્થાનીય લોકો અને પ્રશાસનની મદદથી અત્યાર સુધી લગભગ 6 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલી દેવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં પણ પાણીનો કબ્જો છે. અંકલેશ્વરની ઘણી સોસાયટીમાં પાણી ઘુસી ચૂક્યું છે. ભરૂચની જેમ અત્રે પણ રસ્તાઓ પર 6 ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. સતત વધતા જળસ્તરના પગલે અંકલેશ્વર અને ભરૂચને જોડતો 132 વર્ષ જૂના ગોલ્ડન બ્રિજને પણ બંધ કરી દેવાયો છે.
નર્મદાના પાણીથી મચેલી તબાહીમાં ભરૂચ જિલ્લાના 36 ગામો સંપૂર્ણ રીતે પૂરની ઝપેટમાં આવી ગયા છે. સ્થાનીક લોકો અને તંત્રની મદદથી ફસાયેલા લોકોને અત્યાર સુધી 6 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અંકલેશ્વરની ઘણીખરી સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે.
તસવીરો: હસન ખત્રી

સરદાર સરોવર ડેમ
મધ્ય પ્રદેશમાં થઇ રહેલા ભારે વરસાદનમા કારણે ગુજરાતના ત્રણ જિલ્લા પૂરની ઝપેટમાં આવી ગયા છે. ભરૂચ, નર્મદા અને વડોદરાના 108 ગામોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. પૂરમાં ફસાયેલા 6 હજાર લોકો સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરીત કરવામાં આવ્યા છે. નર્મદા નદી છલકાવાના કારણે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સ્તરે છલકાઇ રહ્યો છે, જે 131 મીટરને પાર થઇ ગયું છે.

ડેમને જોવા ઉમટ્યુ માનવ મહેરામણ
ભરૂચમાં નર્મદા નદી સંપૂર્ણ રીતે છલકાઇ રહી છે, ખતરાના નિશાન પર લગભગ 10 ફૂટ ઉપર વહી રહી છે. જેના પગલે ભરૂચના નીચલા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આવામાં લોકો પોતાના ઘરબાર છોડીને સુરક્ષિત સ્થાનો પર જવા માટે મજબૂર થઇ ગયા છે. નર્મદાના પાણી દ્વારા મચેલી તબાહીમાં ભરૂચ જિલ્લાના 36 ગામો સંપૂર્ણ રીતે પાણીની ઝપેટમાં આવી ગયા છે. લગભગ 15 હજાર હેક્ટર જમીન પર ઊભા પાકને નુકસાન થયું છે. પૂરમાં ફસાયેલા લોકોના રાહત અને બચાવ કામમાં સૂરત અને વડોદરાથી ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમો લગાવવામાં આવી છે.

નર્મદા ડેમમાં લોકોની ભીડ
સ્થાનીય લોકો અને પ્રશાસનની મદદથી અત્યાર સુધી લગભગ 6 હજાર લોકોને સુરક્ષિત સ્થાનો પર મોકલી દેવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં પણ પાણીનો કબ્જો છે. અંકલેશ્વરની ઘણી સોસાયટીમાં પાણી ઘુસી ચૂક્યું છે. ભરૂચની જેમ અત્રે પણ રસ્તાઓ પર 6 ફૂટ સુધી પાણી ભરાઇ ગયા છે. સતત વધતા જળસ્તરના પગલે અંકલેશ્વર અને ભરૂચને જોડતો 132 વર્ષ જૂના ગોલ્ડન બ્રિજને પણ બંધ કરી દેવાયો છે.

ઉપરવાસમાં ઐતિહાસિક જળસ્તર
નર્મદાના પાણીથી મચેલી તબાહીમાં ભરૂચ જિલ્લાના 36 ગામો સંપૂર્ણ રીતે પૂરની ઝપેટમાં આવી ગયા છે. સ્થાનીક લોકો અને તંત્રની મદદથી ફસાયેલા લોકોને અત્યાર સુધી 6 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અંકલેશ્વરની ઘણીખરી સોસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે.

નર્મદાના આસપાસના ગામોમાં પાણી પાણી
નર્મદા ડેમ તેની ઐતિહાસિક સપાટીએ છલકાતા તેના આસપાસના ગામોમાં પાણી ભરાઇ ગયા હતાં.

Click it and Unblock the Notifications