ભાવગનરઃ 1 કિલો ગાંજા સાથે ઈરફાન શેખની ધરપકડ
ભાવગનરઃ 1 કિલો ગાંજા સાથે ઈરફાન શેખની ધરપકડ
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગાંજાની જબરદસ્ત સપ્લાઈ થઈ રહી છે. ન્યાય તંત્રનો જાણે કોઈ જ ડર ન હોય તેમ નશેળીઓ બેફામ બન્યા છે. સોમવારે જ ભાવનગર પોલીસે એક શખ્સને દબોચી કાઢ્યો હતો જેની પાસેથી 1 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.

મળી રહેલી માહિતી મુજબ ભાવનગર એસઓજીના સ્ટાફે ભાવનગરના કાજીવાડ મસ્જિદ પાસે રહેતા ઈરફાન મોહમ્મદ શેખના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 1 કિલો 60 ગ્રામનો ગાંજો મળી આવ્યો છે. આ ગાંજાની કિંમત 10600 રૂપિયા છે. તમામ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ઈરફાનની ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જણાવી દઈએ કે પૂર્વ બાતમીના આધારે એસઓજીના સ્ટાફે ઈરફાનના ઘરે દરોડા પાડ્યા હતા એ દરમિયાન તેના ઘરેથી સુકો ગાંજો મળી આવ્યો હતો. આરોપી પાસેથી ગાંજો ક્યાંથી આવ્યો અને તેનું કનેક્શન કોની સાથે જોડાયેલું છે તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
