ભાવનગરઃ ભારતીય બનાવટનો 3 લાખની કિંમતનો ઈંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો

3 લાખની કિંમતનો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ પોલિસે કબ્જો કર્યો છે.

રાજ્યમાં શ્રાવણ મહિનો શરૂ થતા જ ઠેરઠેર ચાલી રહેલ જુગારધામો પર પોલિસ રેડ પાડીને જુગારીઓને પકડી રહી છે. વળી, દારૂના અડ્ડાઓ પણ ચાલી રહ્યા હોવા વિશે પોલિસને મળી રહેલી બાતમીના આધારે રાજ્યમાં અલગ અલગ સ્થળોએ પોલિસની રેડ ચાલુ છે. આ ક્રમમાં ભાવનગરમાં ભરતનગર પોલિસ સ્ટેશન સ્ટેશન હદમાં પણ આવી જ એક રેડ દરમિયાન આશરે 3 લાખની કિંમતનો ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂનો જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ પોલિસે કબ્જો કર્યો છે.

bhavnagar

બનાવની વિગત એવી છે કે દારૂ અને જુગારની બદીને નાબુદ કરવા માટે ભાવનગર ભરતનગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં સૂચના આપવામાં આવી હતી. જેના આધારે પોલિસ અધિકારીઓએ મળેલી બાતમીના આધારે સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. જેમાં વિક્કી ઉર્ફે હરજીભાઈ જાંબુચાએ સીદસર રોડ પર આવેલ સોસાયટીમાં પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો ઉતારેલ જથ્થો મળી આવ્યો હતો.

પોલિસ સ્ટાફના માણસોએ સીદસર રોડ પર આવેલ લક્ષ્મીનગર આહિર કન્યા છાત્રાલય માધવ વિહાર સોસાયટીમાં તપાસ કરતા 28 વર્ષના વિક્કીને ઝડપી પાડ્યો હતો અને મકાનની તપાસ કરતા બેડરૂમની નીચે પુઠાની પેટીઓ તેમજ પ્લાસ્ટિકના થેલાઓમાં ભારતીય બનાવટની ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી જેની પરમીટ તેની પાસે નહોતી. વિવિધ બ્રાન્ડની 3,20,400 રૂપિયાની કિંમતની 1068 બોટલો, સેમસંગ કંપનીનો મોબાઈલ સાથે 3,20,900 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X