ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી, મોદી અને શાહ સાથે નવા મંત્રી મંડળને લઇને પીએમ નિવાસે થઇ ચર્ચા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જતી બાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે પરંતુ નવા મંત્રીમંડળની સંગદી કરવામાં નથી આવી તેને લઇને દિલ્હી ખાતે પીએમ નિવાસસ્થાને બેઠક મળી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જતી બાદ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે પરંતુ નવા મંત્રીમંડળની સંગદી કરવામાં નથી આવી તેને લઇને દિલ્હી ખાતે પીએમ નિવાસસ્થાને બેઠક મળી હતી.. જ્યાં નવા મંત્રી મંડળની રચનાને લઇને ચર્ચા કરવામાં આવશે. નવા મંત્રી મંડળમાં કોને સ્થાન આપવું નવા ચહેરાને કે, જીના જોગીઓથી સરકાર ચલાવી તેનું મંથન કરવામાં આવશે. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહને શપથગ્રહણમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાાં આવ્યુ હતુ.

શનિવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દિલ્હી પહોચ્યા હતા. જ્ંયા નવા મંત્રી મંડળની રચનાને લઇને ચર્ચા થઇ હોવાની અટકળો શરુ થઇ હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર પટેલની સરકારના કેટલા મત્રીઓને રિપિટ થઇ શકે છે જેમા હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી, જગદીશ પંચાલ, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ ના નામોનો સમાવેશ થાય છે. તેમજ નવા મત્રી મંડળમાં યુવ ચહેરાનો પણ સમાવેશ કરવામાં આવશે. આમ છતાય જૂના જોગીઓનો અનુભવ અને જુવાનિયાઓના જોશનો સમન્વય કરવા દિલ્હીથી મથામણ કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
