Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સાણંદ GIDC ખાતે 'માઇક્રોન'ના સેમિકંડક્ટર પ્લાન્ટનું ભુપેન્દ્ર પટેલે કર્યું ખાતમુહૂર્ત

સાણંદ ખાતે માઇક્રોન'ના સેમિકંડક્ટર પ્લાન્ટના ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સેટ કરેલા બેન્ચમાર્કને પરિણામે જ કોન્ટ્રાક્ટ થયાના ૯૦ દિવસમાં જ પ્લાન્ટનું ખાતમુહૂર્ત થઈ શક્યું છે. પીએમ મોદીની સફળ અમેરિકા મુલાકાતને પરિણામે આજે સાણંદમાં માઈક્રોન કંપની દ્વારા સેમિકન્ડકટર ચીપ ઉત્પાદનના પ્લાન્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું છે.

તાજેતરમાં G20 સમિટના સફળ આયોજન અંગે ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દિલ્હી ડેકલેરેશનના તમામ મુદ્દાઓ પર સહમતી અને આફ્રિકી દેશોના સમૂહને G20માં સામેલ કરવાની સહમતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને કારણે મળી છે.

તેમણે કહ્યું કે, ભારતમાં ઉદ્યોગો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધિ છે અને 'ઇઝ ઓફ ડુઈંગ'નું વાતાવરણ પણ છે. ભારતમાં યુવાનોનું વિલ અને ઝીલને કારણે વિશ્વના દેશો ભારતમાં રોકાણ અને ઉત્પાદન કરવા માટે તત્પર છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સસ્ટેનેબલ અને સ્કેલેબલ બન્યું છે.

Bhupendra Patel

ભારત અને તેમા પણ ગુજરાત રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. ગુજરાતના 'મોસ્ટ પ્રિફર્ડ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન' બનવાના મૂળમાં પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલી વાઇબ્રન્ટ સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ ગુજરાતના વિકાસ માટે ગેઇમ ચેન્જર સાબિત થઈ છે.

વાયબ્રન્ટ સમિટને કારણે ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક પ્રગતિથી દેશના જીડીપીમાં ગુજરાતનું યોગદાન ૮% છે. જ્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન ૧૮% છે. તેમણે ઉમેર્યું કે રાજ્યનું કુલ ઔદ્યોગિક ઉત્પાદન છેલ્લા ૨૦ વર્ષમાં ૧.૨૭ લાખ કરોડથી વધીને ૧૬.૧૯ લાખ કરોડ સુધી પહોંચ્યું છે.

વાયબ્રન્ટ ગુજરાત સમિટના બે દાયકા પૂર્ણ થવા સમયે જ ગુજરાત સેમિકંડક્ટર ક્ષેત્રે આગવું પગલું ભરી રહ્યું હોવાનું જણાવી ભુપેન્દ્ર પટેલે સાણંદમાં માઇક્રોનના પ્લાન્ટના ભૂમિપૂજનને ઐતિહાસિક પ્રસંગ ગણાવ્યો. સાથોસાથ વાયબ્રન્ટના ૨૦ વર્ષ પુરા થવાને 'સમિટ ઑફ સક્સેસ' તરીકે ઉજવણી પીએમ મોદીની ઉપસ્થિતિમાં થશે.

ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ કે વાઇબ્રન્ટની સફળતાની આ શૃંખલામાં જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાયબ્રન્ટ સમિટની થીમ 'ગેટ વે ટુ ધ ફ્યુચર' રાખવામાં આવી છે. માઇક્રોન અને સરકાર વચ્ચે થયેલા MOUના ત્રણ મહિનામાં જ અહીં ખાતમુહૂર્ત થઈ રહ્યું છે.

આ ઝડપ માત્ર ગુજરાતમાં જ શક્ય છે કારણ કે અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલા બેંચમાર્ક સમાન પ્રોએક્ટિવ પોલિસી, ગુડગવર્નન્સ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ, ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ ઉપરાંત ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટ હોવાને કારણે આ શક્ય બન્યું છે.

માઇક્રોનનો પ્લાન્ટ શરૂ થવાથી ગુજરાત આવનારા સમયમાં સેમિકંડક્ટર અને ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તને સેમિકંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની શરૂઆત ગણાવી.

તેમણે કહ્યું કે, આ પ્લાન્ટથી આગામી વર્ષોમાં ૨૦ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. સાથોસાથ સાણંદની આસપાસના વિસ્તારમાં વૈશ્વિક સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનને સાકાર કરવા માટે રાજય સરકાર મક્કમતાથી પ્રયાસ કરી રહી છે.

આઝાદીના અમૃતકાળમાં ભારતને પાંચ ટ્રીલિયન ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યની દિશામાં આગળ વધવાનો ગુજરાતે નિર્ધાર કર્યો છે. દેશમાં ગુજરાતને સેમિકંડક્ટરનું લીડર બનવાનું છે. આવનારા સમયમાં નવી ટેકનોલોજી અને નવા ક્ષેત્રો માટે સજ્જ કરવાનો સંકલ્પ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય આઈ.ટી. અને રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્લાન્ટના નિર્માણ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી છે. છેલ્લા ૯ વર્ષમાં થયેલી ભારતની પ્રગતિની વાત કરતા તેમણે કહ્યું કે, ૨૦૧૪માં મોબાઇલ ફોનનું મેન્યુફેક્ચરિંગ ૧૭૦૦૦ કરોડ હતું જે આજે ૨૨ ગણું વધીને ૩.૬૫ લાખ કરોડ થયું છે.

પહેલા મોબાઈલનું એક્સપોર્ટ ૭ હજાર કરોડનું હતું જે આજે ૧૩ ગણું વધીને ૯૧ હજાર કરોડ થયું છે. ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પહેલા ૧.૯૦ લાખ કરોડનું હતું જે આજે ૮.૩૦ લાખ કરોડ પર પહોંચ્યું છે. વૈષ્ણવે ઉમેર્યું કે, એમઓયુના ૯૦ દિવસમાં જ બાંધકામની શરૂઆત થવી એ ગુજરાતની ડબલ એન્જીન સરકારની ઝડપ છે.

તેમણે કહ્યું કે, આ પ્લાન્ટના નિર્માણથી PM મોદી આગામી સમયમાં ભારતને સેમિકંડક્ટરનું હબ બનાવવાની ગેરેન્ટી આપી છે. અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેશનને સાણંદ સ્ટોપેજ આપવાની સાથે આગામી સમયમાં સાણંદને વર્લ્ડકલાસ રેલ કનેક્ટિવિટીથી જોડવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રતિદિન નવા આયામો રચી રહ્યું છે. તાજેતરમાં સ્વતંત્ર ભારતમાં નિર્મિત અત્યાધુનિક સંસદ ભવનનું લોકાર્પણ થયું.

મહિલા અનામત બિલ પસાર થયું અને તાજેતરમાં જ ભારતમાં નિર્મિત આઈફોન 15નું વેચાણ થવું તે તમામ ભારતીયો માટે ગર્વની વાત છે. ત્યારે આજે માઇક્રોન પ્લાન્ટના ખાતમુહૂર્તથી ભારતને સેમિકંડક્ટર દેશ બનાવવાંના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન કંપની માઇક્રોન વિવિધ તબક્કાઓમાં ૨૨,૫૧૬ કરોડના ખર્ચે સેમિકંડક્ટર અને માઈક્રોપ્રોસેસિંગ ચીપના ઉત્પાદન માટે પ્લાન્ટ બનાવશે. આજે મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં કેટલાક કોન્ટ્રાકટના મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટસની આપ-લે પણ કરવામાં આવી હતી.

ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ વિજય નહેરા, માઇક્રોનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ગુરુશરણસિંહ, ટાટા પ્રોજેક્ટસના CEO વિનાયકજી તેમજ અન્ય આમંત્રિત મહેમાનો તેમજ ટાટા અને માઇક્રોનના નવનિયુક્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X