અમિત શાહે કરી જાહેરાત, ચૂટણી પછી પણ ભૂપેન્દ્ર પટેલ રહેશે મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા બેઠકના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પોતાની ઉમેદવારી નોધાવી હતી. પોતાની ઉમેદવરાી નોધાવતા પહેલા ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. અને ઘાટલોડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડીયા બેઠકના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પોતાની ઉમેદવારી નોધાવી હતી. પોતાની ઉમેદવરાી નોધાવતા પહેલા ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. અને ઘાટલોડીયામાં પોતના કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. ત્યાર બાદ 1000 કરતા વધારે બાઇકો દ્વારા રેલી કાઢીને અમદાવાદ પ્રાંત કચેરી પહોચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે સોલા ખાતે મુખ્યમંત્રીના મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લુ મૂક્યુ હતુ. ત્યાર બાદ સભાને સંબોધન કરતા અમિત શાહે જણાવ્યુ હતુ કે, ચૂંટણી પછી પણ મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જ રહેશે. તેમજ 1990 થી ભાજપ ચૂંટણી જીતતો આવ્યો છે. ગુજરાતની જનતાની અસિમ કૃપા રહી છે. ઝોળી કમલથી ભરી દિધઈ છે. એક પણ ચૂંટણીમા ગુજરાતની જનતાએ પરાજય નથી આપ્યો. 2022 માં જેને જે હિસાબ લગાવો હોય તે લગાવી રાખજો બાધા રેકોર્ટડ તોડી ભાજપ સરકાર બનાવશ. 1995 થી 2022 સુધી નો આ સમયગાળો ગુજરાતનો નહી દેશના ઇતિહાસનો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારી નોધાવતા પહેલા સવારે અડાલજ ખાતે ત્રિમંદીર સંકુલ ખાતે દાદા ભગવાનના દર્શન કર્યા હતા. ત્યાર બાદ સભાનું આયોજન કરવામા આવયુ હતુ. ભાઇક રેલી કાઢીને ઉમેદવારી નોધાવા પહોચ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઇ રહી છે. 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થશે જ્યારે 5 નવેમ્બરના રોજ બીજા તબક્કાનુ મતનદાન થશે મુખ્યમંત્રીએ બીજા તબક્કા માટેની મતદાન માટે આજે પોતાની ઉમેવદારી નોધાવી હતી.












Click it and Unblock the Notifications
