ગુજરાતમાં GST ચોરીઃ નકલી બિલો બનાવી ઘણા રાજ્યોમાંથી 300 કરોડથી વધુનુ કૌભાંડ કર્યુ, 2ની ધરપકડ
ગુજરાતમાં જીએસટી ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
ગાંધીધામઃ ગુજરાતમાં જીએસટી ચોરી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી બિલના આધારે 338 કરોડ રૂપિયાના જીએસટી(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ)નુ કૌભાંડ થયુ જેની માહિતી મળતા જીએસટી ઈન્ટેલીજન્સના મહા નિર્દેશકની આગેવાનીમાં એક ઉદ્યોગપતિ તેમજ ટેક્સ એડવાઈઝર સહિત 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જીએસટીના અધિકારીએ જણાવ્યુ કે ઉક્ત આરોપીઓએ ગાંધીધામ અને લુધિયાણામાં કંપની બનાવીને છેતરપિંડી કરી. આ આરોપ મારુતિ ટ્રેડર્સ કંપનીના માલિક ઉદ્યોગપતિ અમિત કુમાર તેમજ ટેક્સ એડવાઈઝર સૌરવ બાજોરિયા પર લાગ્યા છે.

ઉદ્યોગપતિ અમિત કુમાર તેમજ ટેક્સ એડવાઈઝર સૌરવ બાજોરિયાને જીએસટી(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) એક્ટની વિવિધા કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. બંનેને મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા જ્યાંથી 14 દિવસના રિમાન્ડ પણ મંજૂરી થઈ ગયા. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સના અધિકારીઓએ જણાવ્યુ કે અમિત કુમાર પર કોલસાના નકલી બિલ બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ પ્રાપ્ત કરવા માટે કૌભાંડ કરવાનો આરોપ છે. તેમણે માત્ર ગુજરાત જ નહિ પરંતુ પંજાબ, દિલ્લીથી લઈને આસામના ગુવાહાટી સ્થિત યુનિટ તરફથી પણ કોલસાની ખરીદી બતાવી.
આરોપીએ સિમેન્ટ ઉત્પાદકોને આ કોલસા આપ્યાના નકલી બિલ બનાવ્યા. એટલુ જ નહિ તેમના તરફતી ગાંધીધામ તેમજ લુધિયાણામમાં મારુતિ ટ્રેડર્સ નામથી બે નકલી કંપનીઓ કાગળ પર બનાવવામાં આવી અને સામાન સપ્લાઈ કરવાનો ખુલાસો થયો. આ ઉપરાંત તેમના ટેક્સ એડવાઈઝર પર દસ્તાવેજ રાખવા અને નાણાકીય વ્યવહાર કરીને કાયદાની પકડમાં આવવાથી બચવા માટે પેંતરા અપનાવવાનો આરોપ લાગ્યો છે.












Click it and Unblock the Notifications
