Bihar election 2025 : પ્રશાંત કિશોરની પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જારી કરી

Bihar election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ની તૈયારીઓ વચ્ચે રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર (પીકે) ની નવી પાર્ટી જનસુરાજ એ મોટો ધમાકો કર્યો છે.

આજે ૯ ઓક્ટોબરે પાર્ટીએ પોતાના પ્રથમ તબક્કાના ૯ વિધાનસભા બેઠકોના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં ઘણા જાણીતા અને યુવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે.

Bihar election 2025

જનસુરાજની આ પ્રથમ યાદીમાં સૌથી વધુ ચર્ચામાં રહેલો ચહેરો છે લોકપ્રિય ભોજપુરી ગાયક અને અભિનેતા રિદેશ પાંડે. પાર્ટીએ તેમને કરગહર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જનસુરાજનું માનવું છે કે રિદેશ પાંડેની યુવાનોમાં લોકપ્રિયતા પાર્ટીને રાજ્યમાં એક નવી ઓળખ અપાવશે.

સૂત્રો અનુસાર, જનસુરાજ પાર્ટી આજે બપોર સુધીમાં ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી શકે છે. આ બીજી યાદીમાં પણ કેટલાક મોટા અને જાણીતા નામ જોવા મળી શકે છે. આ યાદીમાં સંભવિતપણે દરભંગા, માંઝી, મુઝફ્ફરપુર અને કુમ્હરાર જેવી બેઠકોના ઉમેદવારોની ઘોષણા થઈ શકે છે, જો કે આ બેઠકોમાંથી કેટલાક ઉમેદવારોના નામ પહેલી યાદીમાં પણ સામેલ છે.

બધાની નજર હવે પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર (પીકે) પર છે. શું તેઓ પોતે વિધાનસભા ચૂંટણી લડશે? તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેમણે સંકેત આપ્યો હતો કે જો તેઓ ચૂંટણી લડશે તો તેમની જન્મભૂમિ અથવા કર્મભૂમિમાંથી લડશે. જો કે, તેમની બેઠક વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

જનસુરાજ પાર્ટી બિહારમાં આગામી ૨૦૨૫ વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષોને ટક્કર આપવા માટે તૈયાર છે. ઉમેદવારોની આ યાદીથી સ્પષ્ટ છે કે પાર્ટી યુવા શક્તિ, જાણીતા ચહેરાઓ અને સામાજિક પ્રતિનિધિત્વ પર ભાર મૂકી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X