Biparjoy Cyclone : ભયાનક વિનાશ વેરશે બિપોરજોય વાવાઝોડુ, જાણો શું કહી રહ્યા છે જાણકારો?

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે ફરી એક વખત ભયાનક વાવાઝોડુ બિપોરજોય દસ્તક દઈ કહ્યુ છે. હવામાન વિભાગનું માનીએ તો આ વાવાઝોડુ 15 જૂને કચ્છના જખૌ પાસે લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડાની તિવ્રતા જોતા ભયાનક વિનાશ સર્જી શકે છે.

બિપોરજોય વાવાઝોડુ જેમ જેમ કિનારા તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેમ તંત્રની ઉંઘ હરામ થઈ રહી છે. ગુજરાતનો પુરો દરિયા કિનારો એલર્ટ પર છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, લેન્ડફોલ દરમિયાન 150 કિમી આસપાસની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

Biparjoy Cyclone

સ્થિતીની ગંભીરતા જોતા હાલ યુદ્ધના ધોરણે લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યા છે અને લોકોને ઘરમાં રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના અપાી છે. જે રીતે અહેવાલો આવી રહ્યા છે તેને જોતા સ્થિતી ભયાનક બની શકે છે

આટલો જોરદાર પવન ફુંકાશે તો શું થશે તે સવાલ દરેકના મનમાં છે ત્યારે તમને જણાવી દઈએ કે, આટલો જોરદાર પવન મોટી વસ્તુઓને આસાનીથી ઉથલાવીને પોતાની સાથે લઈ જઈ શકે છે.

અમેરિકાની નેશનલ વેધર સર્વિસ વેબસાઈટ અનુસાર, જ્યારે પવન 96-110 માઈલ પ્રતિ કલાક એટલે કે લગભગ 150 કિલોમીટરની ઝડપે ફૂંકાય તો તેનાથી ઘણું નુકસાન થાય છે. આ પવન સારી રીતે બાંધેલા ઘરની છત અને સાઈડિંગને નુકસાન પહોંચાડી શકે છે. આના કારણે ખૂબ મોટા વૃક્ષો પણ ઉખડી શકે છે. પવન મોટી સંખ્યામાં વીજપોલને ધરાસાઈ કરી શકે છે. વાવાઝોડા બાદ અંધારપટની પરિસ્થિતી સર્જાઈ શકે છે.

વેબસાઈટ અનુસાર, 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે એટલે કે લગભગ 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાય ત્યારે વ્યક્તિ પવન સાથે ઉડી શકે છ. 28 માઈલ એટલે કે 45 પ્રતિ કલાકની ઝડપે પવન 37 પાઉન્ડ એટલે કે 16 કિલો સુધીનું વજન ઉપાડીને સાથે લઈ જઈ શકે છે. આવી સ્થિતિમાં 150 કિમી ઝડપે ફુંકાતો પવન ઘણી વસ્તુઓને ઉથલાવીને સાથે લઈ જઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X