Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી પહેલી યાદી
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કુલ 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ અંગે જાહેરાત કરી છે. આ સાથે ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. આ સાથે ક્રિકેટર રવિદ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાને પણ ટીકિટ આપવામાં આવી છે.

રિવાબાને જામનગર ઉત્તરમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા
આ ઉપરાંત માંડવી બેઠક પર અનિરુદ્ધ, અંજારમાં ત્રિકમ, ગાંધીધામમાંથી માલતી, મોરબીમાંથી કાંતિલાલ અને કાલાવાડમાંથી વેગજીને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને જામનગર ઉત્તરમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સાથે જ જામનગર ગ્રામ્યમાંથી રાઘવજી, મહુવામાંથી શિવાભાઈ અને જેતપુરના જયેશને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે.

આ પુત્ર મંત્રીઓ નહીં લડે ચૂંટણી
ગુજરાત સરકારના ઘણા પૂર્વ મંત્રીઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જેમાં નીતિન પટેલ, વિજય રૂપાણી સરકારના કેબિનેટમાં શિક્ષણ અને મહેસૂલ મંત્રી રહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ઉર્જા મંત્રી સૌરભ પટેલનો સમાવેશ થાય છે. આ સાથે જ ભાવનગરના ધારાસભ્ય અને રૂપાણી સરકારમાં મંત્રી વિભાવરી દવે, મંત્રીઓ કૌશિક પટેલ, વલ્લભ કાકડિયા અને યોગેશ પટેલે પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
