ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા

આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.

ગુજરાતના વિવિધ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે ઉમેદવારોની સૂચિ જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં ગુજરાતની રાજકીય પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે.

BJP

કયા-કયા જિલ્લામાં ઉમેદવારોના નામ જાહેર થયા?
ભાજપે ગુજરાતના, પોરબંદર, વલસાડ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, તાપી, નવસારી, સુરત, નર્મદા, અરવલ્લી અને ડાંગ જિલ્લામાં પોતાની ઉમેદવારી સૂચિ જાહેર કરી છે.

ભારતીય જનતા પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3 માટે અમરશીભાઈ દુલાભાઈ ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે. તે 28 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા છે અને 2005માં પહેલીવાર ભાજપના ટિકિટથી વિજય મેળવી ચૂક્યા છે.

કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતમાં વિલંબ
ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે કોગ્રેસે હજુ સુધી તેના ઉમેદવાર જાહેર કર્યા નથી. કોંગ્રેસ નેતા હિતેશભાઈ વ્યાસે જણાવ્યુ કે, 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે.

ચૂંટણીની મહત્વપૂર્ણ તારીખો

  • 1 ફેબ્રુઆરી: ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ
  • 3 ફેબ્રુઆરી: ઉમેદવારી પત્રકની ચકાસણી
  • 4 ફેબ્રુઆરી: ઉમેદવારી પત્રક પાછું ખેંચી શકાશે
  • 16 ફેબ્રુઆરી: મતદાન
  • 18 ફેબ્રુઆરી: મતગણતરી

આ ચૂંટણીમાં જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતની 91 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X