For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ-કોગ્રેસમાં કાર્યકર્તાઓનો વિરોધનો વંટોળ, કાર્યાલય પર કર્યો હંગામો

ગુજરાત વિધાનસભાની ચૂટણી જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેવાદારોના નામોની જાહેરાતો કરી દિધી છે. ઉમેવાદરોના જાહેરાત બાદ કહી ખુશી કહી ગુમ જેવો મહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોગ્રેસમાં ભારે વિરોધ પણ થઇ રહ્યો છે. ભારતીય

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણી જાહેર થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેવાદારોના નામોની જાહેરાતો કરી દિધી છે. ઉમેવાદરોના જાહેરાત બાદ કહી ખુશી કહી ગુમ જેવો મહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ-કોગ્રેસમાં ભારે વિરોધ પણ થઇ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ કોબા ખાતે પાટણ અને બાયડના ઉમેદવારોના નામોની જાહેરાત બાદ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો કોગ્રેસમાં ઇમરાન ખેડાવાલાની જમાલપુર બેઠકનું મેન્ડેટ રદ્દ કરવાની માગ સાથે વિરોધ કર્યો હતો.

ELECTION

ભાજપ દ્વારા પાટણ ખાતતે રાજુલ દેસાઇના નામની જાહેરાત કરવામાં આવી છે તો બાયડ ખાતે ધવલસિંહના નામની જાહેરાત કરવામાં આવે તેવી માગ ધવલસિંહ સમર્થકો દ્વાર માંગ કરવામાં આવી છે. ધવલસિંહ કોગ્રેસ છોડીને અલ્પેશ ઠાકોર સાથે ભાજપમાં જોડાયા હતા. તો અલ્પેશ ઠાકોરનો પણ ગાંધીનગરની બઠક પર કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

કોગ્રેસના અમદવા ખાતેના રાજીવ ગાંધી ભવન ખાતે કોગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે હોબાળો કરીને ઇમરાન ખેડાવાલાની ટિકિટ રદ્દ કરવા માટે માંગ કરી હતી. તો સાથે ભરતસિહ સોલંકીના નામ તખ્તીને ઉખેડી નાખી હતી. ભરતસિંહ સોલંકીના કાળા અક્ષર દલાલ જેવા લખાણો પણ લખવમાં આવ્યા હતા.

કોગ્રેસના કાર્યક્રતાઓની માગ હતી કે, જમાલપુર બેઠકના ઉમેદવાર ઉમરાન ખેડાવાલાની ટિકિટ રદ્દ કરીને એની જગ્યાએ અન્ય બીજા ઉમેદવારને ટિકિટે આપવામાં આવે જમાલપુલ બેઠક પરથી વર્ષોથી ઇમરાન ખેડાવાલા જીતતા આવ્યા છે. આવો જ વિરોધનો સામો દાણી લીમડાના ઉમેદવાર શૈલેષ પરમારને પણ કરવો પડેયો હતો.

English summary
BJP-Congress worker protests against candidates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X