ભાજપની પાંચમી યાદી જાહેર, અભિનેતા હિતુ કનોડિયાને પણ મળી સીટ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણી માટે ભાજપ તેની પાંચમી યાદી બહાર પાડી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અત્યાર સુધી તેની ચાર ઉમેદવારોની યાદીઓને બહાર પાડી ચૂક્યું છે. અને આ તેની પાંચમી યાદી છે. ભાજપ અત્યાર સુધીમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી કુલ 134 બેઠકોથી વધુ પર તેના ઉમેદવારોની યાદી બહાર પાડી ચૂક્યું છે. આમ દર વખતની જેમાં આ વખતે પણ ભાજપે કોંગ્રેસ કરતા પહેલા તેની તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે આ વખતની યાદીમાં 13 ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કાલોલથી સુમનબેન ચૌહાણ તરીકે એક મહિલા ઉમેદવારને સમાવિષ્ઠ કરવામાં આવ્યા છે. સાથે જ ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર હિતુ કનોડિયાને પણ ઇડરથી ભાજપે સીટ આપી છે. ત્યારે ઉમેદવારોની આ યાદીમાં કંઇ બેઠક કોને મળી તે અંગે વિગતવારો જાણો અહીં...

hitu kanodiya

1. ધાનેરા - માવજીભાઇ દેસાઇ

2. વડગામ - વિજયભાઇ ચક્રવર્તી

3. પાટણ- રણછોડભાઇ રબારી

4. ઉંઝા - નારાયણભાઇ પટેલ

5. કડી - કરશનભાઇ સોલંકી

6. વિજાપુર- રમણભાઇ પટેલ

7. ઇડર- હિતેશ કનોડિયા

8. દહેગામ- બલરાજસિંહ ચૌહાણ

9. માણસા- અમિતભાઇ ચૌધરી

10. ઠક્કરબાપા- વલ્લભભાઇ કાકડીયા

11. ધંધુકા- કાલુભાઇ ડાભી

12. નડીયાદ - પંકજભાઇ દેસાઇ

13. કાલોલ- સુમનબેન ચૌહાણ

English summary
Gujarat Election 2017 : Gujarat BJP declared its 5th list of candidates. Read here the whole list.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.