ભાજપ સરકારનું વલણ કર્મચારી વિરોધી અને અમાનવીય છેઃ કોંગ્રેસ

રાજ્યમાં સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના મળવાપાત્ર હક્ક - અધિકાર માટે આંદોલનો કરી રહ્યાં છે ત્યારે સરકારી કર્મચારીઓ ઉપર પોલીસ તંત્ર, વહિવટી તંત્રનો દુરુપયોગ કરી કર્મચારીઓ સાથે ભાજપ સરકાર અમાનવીય વર્તન કરી રહી છે.

રાજ્યમાં સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના મળવાપાત્ર હક્ક - અધિકાર માટે આંદોલનો કરી રહ્યાં છે ત્યારે સરકારી કર્મચારીઓ ઉપર પોલીસ તંત્ર, વહિવટી તંત્રનો દુરુપયોગ કરી કર્મચારીઓ સાથે ભાજપ સરકાર અમાનવીય વર્તન કરી રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી કર્યો છે.

congress

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ૨૦ થી વધુ વિવિધ વિભાગના કર્મચારીઓ પોતાના હક્ક માટે આંદોલનો કરી રહ્યાં છે. ભાજપ સરકાર આંદોલન કરતા કર્મચારીઓ ઉપર દંડા અને નોટીસ કેમ ફટકારી રહી છે? જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા જ ફિક્સ પગાર અને આઉટ સોર્સીંગ કોન્ટ્રાક્ટ પ્રથામાં થતું યુવાનોનું સુનિયોજીત આર્થિક શોષણને અટકાવવામાં આવશે સાથોસાથ ગુજરાત રાજ્યના તમામ વિભાગોના સરકારી કર્મચારીઓની માંગ એવી જુની પેન્શન યોજનાને કોંગ્રેસ સરકાર બનતા જ લાગુ કરવામાં આવશે.

રાજ્યના શિક્ષણ વ્યવસ્થા માટે કામ કરતા શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, સુરક્ષા માટે વ્યવસ્થા સંભાળનાર પોલીસ કર્મચારીઓ, દેશની સરહદે સુરક્ષા સંભાળી ચુકેલ પૂર્વ સૈનિકો, ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સેવાઓ પુરી પાડતા વી.સી.ઈ. કર્મચારીઓ, વનરક્ષકો, વનવિભાગના કર્મચારીઓ, સહિતના તમામ સરકારી કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી પોતાની વ્યાજબી પડતર માંગો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર સુધી આંદોલન મારફતે રજુઆત કરી રહ્યાં છે તેમ છતાં રાજ્યની ભાજપ સરકાર તેમની સાથે સકારાત્મક રીતે સંવાદ કરવાને બદલે પોલીસ તંત્રનો બળપૂર્વક ઉપયોગ કરી તેમના ઉપર લાઠી ચાર્જ કરે અને દંડા વરસાવે તે કેટલે અંશે વ્યાજબી ? નિવૃત્ત સૈનિકો ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆત કરવા માંગતા હતા તેમ છતાં બહેરી ભાજપ સરકારે તેમને સાંભળવાને બદલે લાઠીચાર્જ કર્યો જેના કારણે એક નિવૃત્ત સૈનિકે જીવ ગુમાવવાનો વારો આવ્યો.

રાજ્યના મધ્યાહન ભોજન, હોમગાર્ડ જવાનો, આંગણવાડી આશાવર્કરો, પ્રાધ્યાપકો, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ સહિતના લાખો સરકારી કર્મચારીઓની વ્યાજબી પડતર માંગોને સાંભળી સત્વરે નિરાકરણ કરવા માંગ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X