For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવ્યા ગુજરાત, કરશે કોર કમિટીની બેઠક, સીએમ રૂપાણી સહીત નેતાઓ હાજર

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ શુક્રવારથી ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. યાદવ એમના પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠનના તમામ મહત્વના આગેવાનો, પ્રદેશના અન્ય નેતાઓ સાથે પણ તબક્કાવાર રીતે બેઠકો યોજીશે. આગામી 2022ની વિધાનસભ

|
Google Oneindia Gujarati News

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ શુક્રવારથી ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. યાદવ એમના પ્રવાસ દરમિયાન સરકાર અને સંગઠનના તમામ મહત્વના આગેવાનો, પ્રદેશના અન્ય નેતાઓ સાથે પણ તબક્કાવાર રીતે બેઠકો યોજીશે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરતા પહેલા સરકાર તથા સંગઠન વચ્ચેનો તાલમેલ જળવાઇ રહે તેના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

Bhpendra yadav

ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ કમલમ ખાતે પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રીઓ, કોર કમિટીના સભ્યો સાથે મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં સ્થાનિક ચૂંટણીઓના પરિણામ બાદ તુરંત જ કોરોનાની સ્થિતિમાં સરકાર તથા સંગઠન દ્વારા કરાયેલા કામો, કોરોનાની સ્થિતિ, સરકાર તથા સંગઠન વચ્ચે ક્યાં કોઇ કમી રહી કે કેમ, જનતાનો મિજાજ જેવા પાસાઓ પર ચર્ચા થશે.
કોરોનાની મહામારીમાં રેમડેસિવીર ઇન્જેક્શનોની અછત સર્જાઇ ત્યારે પ્રમુખ સી.આર. પાટીલે પાંચ હજાર ઇન્જેક્શનો મફતમાં વહેંચ્યા હતા. આ બાબતની જાણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ન હતી. કાર્યકરોમાં ચાલતી ચર્ચા મુજબ આ ઘટના પછી બંને વચ્ચે એક પ્રકારનું જાણે અંતર આવી ગયું છે. કોરોનાની મહામારીમાં પાટીલે ધારાસભ્યો, સાંસદોને પોતાના વિસ્તારમાં જનસેવા માટે કાર્યો શરૂ કરવા સૂચના આપી હતી અને એનો મહદઅંશે જ કેટલાકે અમલ કર્યો હતો. તોક્તે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોની પાટીલે મુલાકાત શરૂ કરી ત્યાં જ સરકારે કૃષિ સહાય પેકેજની એ જ દિવસે ઓચિંતા જાહેરાત કરી દીધી હતી.

English summary
BJP in-charge Bhupendra Yadav arrives in Gujarat, will hold core committee meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X