ગુજરાતના નેતાઓ 22મીએ દિલ્હીમાં, પ્રથમ તબક્કાની ઉમેદવારી જાહેર કરશે

ગુજરાત રાજયની ૧૩ અને ૧૭ ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે આયોજીત કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠકમાં હાજરી આપવા ગુજરાત રાજયના ભાજપાના નેતાઓ ૨૨ નવેમ્બરના રોજ દિલ્હી જશે.
ગુજરાત રાજયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ પુરષોત્તમ રૂપાલાજી, પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
આ બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષજી પણ ઉપસ્થિત રહેશે. ૨૨ નવેમ્બરના મોડી સાંજ સુધીમાં પ્રથમ તબક્કાની ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
