ગુજરાતની ચૂંટણીમાં ભાજપે કરાવી જાદુગરોની એન્ટ્રી, કોંગ્રેસને આપશે માત

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી જનસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાદુગર તરીકે ક્યારેક સંબોધે છે. પણ હાલમાં જ ગુજરાત ભાજપે કોંગ્રેસને હરાવવા માટે જાદુગરોની એક આખી ટીમને ઉતારી છે. ભાજપે 36 જાદુગરોની એક ટીમ બનાવી છે. જે ગુજરાતના 144 ગ્રામીણ વિધાનસભા ક્ષેત્રોમાં જઇને ભાજપનો પ્રચાર કરશે. એટલું જ નહીં એક જાદુગરે તેની કળાનું પ્રદર્શન અમદાવાદમાં પાર્ટીના મીડિયા સેન્ટરમાં પણ કર્યું હતું. આ અભિયાનનું નામ છે "વિકાસ કા જાદૂ". જેમાં ગ્રામીણ લોકોને જાદુગરો મનોરંજન આપવાની સાથે ભાજપનો પ્રચાર પણ કરશે.

વિકાસનો જાદુ

વિકાસનો જાદુ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી નીતનવી રીતે પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ચાર ચૂંટણી રથ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જે ગુજરાતની ચાર અલગ અલગ દિશામાં જઇને ભાજપના કાર્યોનો પ્રચાર કરશે. અને આ રથમાં મ્યુઝિશ્યનની એક ટીમ પણ ઉતારવામાં આવી છે. જે સંગીત અને ભવાઇ જેવા કાર્યક્રમો દ્વારા લોકોના મનોરંજન સાથે ભાજપના પ્રચાર પ્રસારનું પણ કામ કરશે. તે પછી ભાજપે આ વિકાસનો જાદુ કેમ્પેઇન પણ શરૂ કર્યું છે.

સોશ્યલ મીડિયા

સોશ્યલ મીડિયા

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ વિકાસ ગાંડો થયો છે અભિયાન સોશ્યલ મીડિયા પર ચલાવ્યું હતું જેને મોટી સફળતા મળી હતી. જે બાદ ભાજપ વિકાસના જ મુદ્દાને લઇને આગળ વધી હતી. અને તેણે પણ સોશ્યલ મીડિયામાં હું છું વિકાસ હું છું ગુજરાત અભિયાન ચલાવ્યું હતું. અને વિવિધ ગુજરાતી અભિનેતાઓ સાથે વીડિયો બનાવીને પણ રજૂ કર્યા હતા. જે પણ ખૂબ જ લોકપ્રિય રહ્યા હતા.

ગુજરાત અને ભાજપ

ગુજરાત અને ભાજપ

ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન પછી ભાજપને લાંબા સમય સુધી લોકોની વચ્ચે જઇ પોતાનો પ્રચાર પ્રસાર કરવામાં મુશ્કેલીઓ આવી હતી. ત્યારે ભાજપ દ્વારા હવે આ રીતે ચૂંટણી પહેલા નવતર પ્રયોગો કરીને લોકો સુધી પોતાની મનની વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જાદુગરનો જાદુ

જાદુગરનો જાદુ

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ બન્ને આ ચૂંટણીમાં જીતવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે વિકાસનો જાદુ અભિયાન દ્વારા શું ખરેખરમાં ભાજપ ગ્રામ્ય લોકો વચ્ચે પોતાનો ચૂંટણી પ્રચાર પસાર કરી શકે છે અને તે દ્વારા વોટ જીતી શકે છે કેમ તે જોવું રહ્યું.

English summary
BJP Looks to magician Army to Create Magic in Gujarat Assembly Election.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.