For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

50 વર્ષથી કોંગ્રેસ નહોતી હારી એ સીટો પણ બીજેપીના કબ્જામાં, કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટો પણ ગુમાવી

ગુજરાતમાં બીજેપીની સૌથી મોટી જીત થઈ છે. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડતા બીજેપીએ કોંગ્રેસને જમીનદોસ્ત કરી દીધી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ ગુજરાતની રાજનીતિના તમામ સમીકરણો બદલી નાખ્યા છે. પરિણામોમાં બીજેપીએ અધધ 156 સીટો જીતીને કોંગ્રેસને ગુજરાતમાંથી સાફ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સૌથી વધુ નુકસાન કોંગ્રેસને થયુ છે. કોંગ્રેસ જે સીટો ક્યારેય નહોતી હારી તે પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

ગુજરાતમાં અત્યારસુધી ઘણી એવી સીટો હતી, જેને જીતવી બીજેપી માટે શક્ય નહોતી બની. હવે આ સીટો પણ બીજેપીના કબ્જામાં ગઈ છે. કેટલીક સીટો તો એવી છે જેના પર છેલ્લા 50 વર્ષોથી સત્તામાં હતી. આ ચૂંટણીમાં બીજેપીએ કોંગ્રેસનો ગઢ ગણાતી 14 સીટોમાંથી 9 સીટો ગુમાવી દીધી છે. આ ચૂંટણીમાં બીજેપીના 11 ઉમેદવારો 1 લાખથી વધુની લીડથી જીત્યા છે.

કોંગ્રેસનો ગઢ ગણાતી ખેડબ્રહ્મા, આંકલાવ, દાંતા અને દાણીલીમડા કબજે કરવામાં કોંગ્રેસ સફળ રહી છે. આ સિવાય વાંસદા પર પણ કોંગ્રેસે પકડ જમાવી રાખી. 1967 થી કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ જિલ્લાના બોરસદ અને ખેડા જિલ્લાના મહુધામાં ક્યારેય હારી નહોતી. આ વખતે આ બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો રામા સોલંકી અને સંજયસિંહ મહિડાનો વિજય થયો છે.

gujarat assembly election

અહીં માત્ર કોંગ્રેસ જ નહીં બીજેપીએ પણ પોતાની બે મજબુત સીટો ગુમાવી છે. આ વખતે બોટાદ બેઠક પરથી AAPના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાનો વિજય થયો છે. જ્યારે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા ભાજપના બળવાખોર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 14,006 મતોની સરસાઈથી જીત્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે બીજેપીએ ગુજરાતમાં રેકોર્ડ બનાવતા 156 સીટો જીતી છે. 1960 બાદ પહેલી વખત 11 ઉમેદવારો 1 લાખથી વધુની લીડે જીત્યા છે. આ પહેલા 2002માં 4 સીટો આવી હતી.

આ સિવાય વખતે બીજેપીના 40 ઉમેદવારો 50 હજારથી એક લાખ મતોના માર્જિનથી જીત્યા છે. 2017ની ચૂંટણીમાં આવા ઉમેદવારોની સંખ્યા 21 હતી. સૌથી વધુ મતે વિજય કાર્યપાલક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા બેઠક પરથી અમીબેન યાજ્ઞિકને 1.92 લાખ મતોથી હરાવ્યા છે. તેમના પછી ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈએ AAPના પ્રકાશ કોન્ટ્રાક્ટરને 1.86 લાખ મતોના માર્જિનથી હરાવ્યા છે. હર્ષ સંઘવીએ મજુરા સીટ પર AAPના પીવી સરમાને 1.17 લાખ મતોના માર્જિનથી હરાવ્યા છે.

English summary
Congress also lost the seats it had preserved for 50 years
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X