ભાજપ એટલે ભારતીય જૂઠ્ઠા પાર્ટી : કેશુભાઇ પટેલ

keshubhai-patel
અમદાવાદ, 11 નવેમ્બર : દિવાળી સમયે પક્ષો અને આગેવાનો એક બીજા પર આક્ષેપબાજીની આતશબાજી કરી ગુજરાતમાં ચૂંટણીના આકાશમાં ઝગારા કરી રહ્યા છે. શનિવારે એક સભામાં ગુજરાતમાં ભાજપનો પાયો નાખનાર જીપીપીના પ્રમુખ કેશુભાઇ પટેલે તેનું નવું નામકરણ કરતા કહ્યું હતું કે ભાજપ એ તો ભારતીય જૂઠ્ઠા પાર્ટી છે.

કેશુભાઇ પટેલની તીખી જબાનમાંથી ભાજપની કહેણી અને કરણીમાં કેટલો ફરક હોવાનો આક્ષેપ લગાવતા તેમણે કહ્યું કે આ પક્ષમાં માથાથી પગના અંગૂઠા સુધીના ખોટાડા ભર્યા છે.

ગુજરાત પરિવર્તન પાર્ટીના પ્રેસિડન્ટ અને ગુજરાતના એક સમયના મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે ગઈ કાલે કહ્યું હતું કે " ભાજપ એટલે ભારતીય જૂઠ્ઠા પાર્ટી. આ પાર્ટીના માથાથી પગના અંગૂઠા સુધીના બધા ખોટાડા ભર્યા છે. નરેન્દ્ર મોદીને દિવસ-રાત સત્તા સાચવી રાખવાની ચિંતા છે, કારણ કે મનમાં ડર છે કે બીજા કોઈની સરકાર આવશે તો કરેલા ભ્રષ્ટાચારના બધા ભાંડા ફૂટી જશે. નાના છોકરાને રાત્રે રાક્ષસનું સપનું આવે તો તેની ઊંઘ બગડી જાય, મોદીને લોકાયુક્તનું સપનું આવે તો તેની ઊંઘ બગડી જાય છે."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X