Video : મોકા મોકા ફેમ ગીત પર કોંગ્રેસના બેટા હવાયેલા ટેટા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વિકાસ ગાંડો થયો છે કોંગ્રેસ સામે ભાજપે કોંગ્રેસના બેટા હવાયેલા ટેટા નામનું નવું સ્લોગન સોશ્યલ મીડિયા પર રજૂ કર્યું છે. જુઓ આ વીડિયો
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સામ સામે સોશ્યલ મીડિયા નામની તલવાર ખેંચાઇ ચૂકી છે. ચૂંટણીમાં યંગસ્ટર્સ અને સામાન્ય લોકો સુધી સરળતાથી પહોંચવા માટે ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ જ્યાં વિકાસ ગાંડો થયો છે. અને ગાંડા વિકાસની છેલ્લી દિવાળી જેવા સ્લોગન વાયરલ થયા છે. ત્યાં જ ભાજપે પણ હાલમાં "કોંગ્રેસના બેટા હવાયેલા ટેટા" નામે એક સ્લોગ્ન લાઇન ટ્રેન્ડ કરાઇ છે. સાથે જ મોકા મોકા ફેમ ગીતને પણ થોડુંક એડિટ કરીને એક વીડિયો બનાવ્યો છે. જે પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
#pappu_ka_mu_kala.#કોંગ્રેસના_બેટા_હવાયેલા_ટેટા pic.twitter.com/TIvOqGClFo
— Siddharth Dudhagra. (@SIDDHARTH_BJYM) October 18, 2017
ઉલ્લેખનીય છે કે હાલમાં જ થોડા સમય પહેલા વિકાસ ગાંડો થયો છે પણ કોલાવેરી ફેમ સોંગ સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ થયું હતું. અને હવે કોંગ્રેસના બેટા હવાયેલા ટેટાનું મોકા મોકા ગીત પણ લોકોને હસાવી રહ્યું છે. ત્યારે આજ સવારથી જ ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયામાં ભાજપ દ્વારા આ હેશટેગને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જુઓ આ વીડિયો જેમાં મોકા મોકા ફેમ ગીતને એડિટ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં સત્તા પર આવવાના કોંગ્રેસનું માત્ર અને માત્ર એક દિવાસ્વપ્ન જ છે. દિલ કે અરમાં દિલ મેં હી રેહ ગયે... #કોંગ્રેસના_બેટા_હવાયેલા_ટેટા pic.twitter.com/8CMQORnoOX
— Pankaj Shukla (@iPankajShukla) October 18, 2017












Click it and Unblock the Notifications
