For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM રૂપાણીના શપથવિધિ સમારંભમાં 18 રાજ્યોના CM રહેશે હાજર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત સાથે ભાજપની દેશમાં સરકાર હોય તેવા રાજ્યોની સંખ્યા વધીને હવે 19 થવા જઈ રહી છે

By Kajal
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત સાથે દેશમાં ભાજપની સરકાર હોય તેવા રાજ્યોની સંખ્યા વધીને હવે 19 થવા જઈ રહી છે. ગુજરાતના મુખ્યમંત્રીના શપથવિધિ સમારંભમાં ભાજપ પોતાના શક્તિપ્રદર્શનના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે. 26 ડિસેમ્બર, મંગળવારના રોજ ગાંધીનગરના સચિવાલય ગ્રઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ શપથવિધિ સમારંભમાં દેશના 18 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમુખ્યમંત્રી હાજર રહેશે. આ ઉપરાંત 30થી પણ વધારે કેન્દ્રના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે.

Vijay Rupani

ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમની તૈયારીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને તમામ કાર્યકર્તાઓની બેઠક યોજાઇ હતી. નોંધનીય છે કે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચોથી વાર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે જે રીતે ઉજવણી કરવામાં આવી હતી, તેવી જ ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણીના શપથ સમારંભમાં કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યક્રમમાં 4000 જેટલા વીવીઆઈપીઓને આંમત્રણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરક્ષાને ધ્યાનમાં રાખતા માત્ર આમંત્રિત લોકોને જ અંદર પ્રવેશવામાં આવશે.

English summary
bjp party meeting held at kamalm for new government swearing in ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X