ગુજરાતમાં રાજ્યસભાની ત્રીજી સીટ પર પણ ભાજપની નજર, શું છે સમીકરણ
ગુજરાતમાં રાજ્યસભાની ત્રીજી સીટ પર પણ ભાજપની નજર, શું છે સમીકરણ
આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી હોય ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના ધારાસભ્યોના એક પછી એક રાજીનામા પડવા લાગ્યાં છે, અત્યાર સુધીમાં 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને હજી પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપે તેવી આશંકા જતાવાઈ રહી છે. પહેલા કોંગ્રેસને 2 સીટ જીતવાની ઉમ્મીદ હતી પરંતુ હવે ચાર ધારાસભ્યોના રાજીનામાએ સમીકરણ બદલી નાખ્યાં છે. બદલાયેલા હાલાતમાં ભાજપે ત્રીજી સીટ પર નજર દોડાવી છે. તયારે આવો જાણીએ શું સમીકરણ બની રહ્યાં છે.
ગુજરાતમાં કોંગ્રેસના ચાર ધારાસભ્ય સોમાભાઈ પટેલ, જેવી કાકડિયા, પ્રધ્યુમ્ન સિંહ જાડેજા અને પ્રવીણ મારુના રાજીનામા બાદ 182 સભ્યોવાળઈ વિધાનસભામાં કોંગ્રેસ પાસે હવે માત્ર 69 ધારાસભ્યો જ બચ્યા છે. રાજીનામા પહેલા કોંગ્રેસ 2 સીટ પર જીતે તે ફાઈનલ હતું.

શું છે સમીકરણ?
ગુજરાતમાં એક રાજ્યસભા સીટ જીતવા માટે 37 ધારાસભ્યોના ફર્સ્ટ પ્રાયોરિટીના વોટની જરૂરત છે. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના સમર્થન સાથે કોંગ્રેસ પાસે 74 ધારાસભ્યો હતા. આટલી સંખ્યા 2 સીટ જીતવા માટે કાફી હતી. પરંતુ ધારાસભ્યોના રાજીનામાની સાથે જ સમીકરણ બદલાઈ ગયા છે. હવે બે કોંગ્રેસ ઉમેદવારો ભરત સંહ સોલંકી અને શક્તિ સિંહ ગોહિલમાંથી કોઈ એકે હારનો સામનો કરવો પડી શકે છે. હજી ચૂંટણી પહેલા અન્ય કેટલાક ધારાસભ્યોના પણ રાજીનામા પડી શકે છે.

જીત માટે હવે 36 વોટ જ જોઈએ
4 કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા પડ્યાહોવાથી સદનની સંખ્યાબળ 176 થઈ ગઈ છે. એવામાં રાજ્યસભા સીટ જીતવા માટે ઉમેદવારને પહેલી પ્રાતમિકતાના 36 વોટની જરૂરત પડશે. ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ રવિવારે બપોરે તેઓ અમદાવાદ પહોંચ્યા અે કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામા બાદ ઉપજેલા હાલાત પર કેટલીય બેઠકો કરી. આ દરમિયાન ગુજરાત પીસીસી ચીફ અમિત ચાવડાને પણ ભરોસો છે કે પાર્ટી બંને સીટ પર જીત હાંસલ કરશે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીનું કહેવું છે કે, કોંગ્રેસ પાસે એનસીપી, બીટીપી અને અન્ય કેટલાક અપક્ષ ધારાસભ્યોા સમર્થન છે. તેમણે 2 સીટ જીતવાનો દાવો કર્યો.

રિસોર્ટ પોલિટિક્સ ચાલુ
ચૂંટણી પહેલા આ તોડ-જોડની રાજનીતિ શરૂ થઈ જતાં કોંગ્રેસ ચિંતામાં મુકાઈ ગઈ છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુર અને ઉદેપુર ખસેડવા શરૂ કરી દીધા છે. શનિવારે વધુ 14 ધારાસભ્યોને રાજસ્થાન પહોંચાડ્યા અને રવિવારે વધુ 23 ધારાસભ્યોને રિસોર્ટમાં પહોંચાડી દેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે ગુજરાતના ચાર રાજ્યસભા સભ્ય- ચુન્નીભાઈ ગોહિલ, લાલ સિંહ વાડોદિયા, શંભૂ પ્રસાદ ટુંડિયા અને મધુસૂદન મિસ્ત્રીનો કાર્યકાળ 9 એપ્રિલે પૂર્ણ થઈ રહ્યો છે. જેમાંથી માત્ર મધુસૂદન મિસ્ત્રીના રૂપમાં જ કોંગ્રેસ પાસે એક સીટ છે.












Click it and Unblock the Notifications
