અમદાવાદને મિની પાકિસ્તાન કહીને સંજય રાઉતે ગુજરાતનુ અપમાન કર્યુ છેઃ ભાજપ
ભારતીય જનતા પાર્ટીએ રવિવારે આરોપ લગાવ્યો કે શિવસેના નેતા સંજય રાઉત અમદાવાદની તુલના 'મિની પાકિસ્તાન' સાથે કરવાની વાત કહીને ગુજરાતને બદનામ કરી રહ્યા છે.
અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ રવિવારે આરોપ લગાવ્યો કે શિવસેના નેતા સંજય રાઉત અમદાવાદની તુલના 'મિની પાકિસ્તાન' સાથે કરવાની વાત કહીને ગુજરાતને બદનામ કરી રહ્યા છે અને આના માટે તેમણે ગુજરાત અને અમદાવાદની માફી માંગવી જોઈએ. મુંબઈમાં રાઉતે પત્રકારોને કહ્યુ હતુ કે શું અભિનેત્રી કંગના રનોતમાં એટલી હિંમત છે કે તે અમદાવાદની સરખામણી મિની પાકિસ્તાન સાથે કરી શકે જેવી રીતે તેણે મુંબઈને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(પીઓકે) જણાવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ રનોત દ્વારા મુંબઈને અસુરક્ષિત ગણાવ્યા બાદ અભિનેત્રી અને રાઉત વચ્ચે વાકયુદ્ધ છેડાયુ છે. શિવસેના સાંસદે કહ્યુ, 'જો તે છોકરી મુંબઈ અને મહારાષ્ટ્રને મિની પાકિસ્તાન કહેવા માટે માફી માંગી લેશે તો હું પણ આ વિશે વિચારીશ. શું તેનામાં એટલી હિંમત છે કે તે અમદાવાદ માટે આ કહી શકે?'
રાઉતની ટિપ્પણી પર ગુજરાત ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ કહ્યુ કે શિવસેના નેતાએ અમદાવાદને છોટા પાકિસ્તાન કહીને ગુજરાતનુ અપમાન કર્યુ છે. તેમણે કહ્યુ, 'તેમણે ગુજરાત, અમદાવાદ અને અમદાવાદીઓની માફી માંગવી જોઈએ.' પંડ્યાએ કહ્યુ કે શિવસેનાએ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતના નેતાઓને 'જલન, ઘૃણા અને દ્વેષની ભાવનાથી નિશાના પર લેવા' બંધ કરવુ જોઈએ.












Click it and Unblock the Notifications
