For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીઃ બેઠક 182ને ભાજપના 4500 દાવેદારી

|
Google Oneindia Gujarati News

BJP Logo
ગાંધીનગર, 25 ઑક્ટોબરઃ ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની બે તબક્કે ચૂંટણી યોજાઇ રહી છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને મહત્વના પક્ષોમાં 182 બેઠકો પરથી ચૂંટણી લડવા માટેની દાવેદારી નોંધાવાની શરૂઆત થઇ ગઇ છે. ભાજપ દ્વારા છેલ્લા ચાર દિવસ દરમિયાન હાથ ધરેલા અભિયાનમાં કાર્યકરો, સંભવિત દાવેદારો અને સંગઠનના મત લેવામાં આવ્યા છે. જેમાં અંદાજે 4500 જેટલા દાવેદારોએ આગામી ચૂંટણીમાં ઝંપલાવવાની નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરી છે.

ગત મોડી રાત્રે સપન્ન થયેલી આ પ્રક્રિયામાં 26 જિલ્લા અને આઠ મહાનગરો મળીને 34 પ્રભાગોમાંથી આવેલી દાવેદારીઓ પર નિરીક્ષકો દ્વારા બાયોડેટા અને રજૂઆતોની એક યાદી તૈયાર કરવામાં આવશે, તેમજ મહાનગરોના સંગઠનો તરફથી આવેલા સાથે પોતાની ટિપ્પણીઓ સાથેની વિગત ચાલું મહિનાના અંતમા મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રજૂ કરવામાં આવશે.

ભાજપના 104 નિરીક્ષકો દ્વારા 182 બેઠકો માટે દાવેદારો અને સંભવિતોની રજૂઆતો સાંભળવાની કામગીરી ગત 21થી 24 ઑક્ટોબર દરમિયાન હાથ ધરી હતી. નવા સીમાંકનના કારણે આ ચૂંટણી અનેક રીતે અગત્યની છે, તેમ છતાં ભાજપમાંથી આવી રહેલો ઉમેદવારી માટેનો પ્રવાહ પસંદગી સમીતિ માટે એક કસોટી સમાન બની રહેશે.

અત્રે એ વાત નોંધનીય છે કે, નવા સીમાંકનના કારણે એવી ઘણી બેઠક છે જ્યાં વર્ષોની ચૂંટાઇ આવતા નેતાઓના મત વિસ્તાર બદલાયા છે. તેથી ક્યાં કયો ઉમેદવાર કારગર સાબીત થશે અને કોણ આ બેઠક માટે યોગ્ય ઉમેદવાર રહેશે તેની પસંદગીને લઇને આગામી સપ્તાહમાં જોરદાર ગરમાવો રાજકીય વર્તૂળોમાં જોવા મળશે.

English summary
More than 4500 application for 182 seat on gujarat assembly election 2012 in BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X