ભાજપનો નવો પ્રચાર Video, ઇના-મીના-ડિકાથી લઇ માધવસિંહ સુધી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વધુ એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. જેમાં માધવસિંહની ખામ નીતિ અને કોંગ્રેસના યુવરાજ પર આરોપો મૂકાયા છે. જુઓ આ વીડિયો અહીં.

સોશ્યલ મીડિયામાં હાલ વીડિયો સૌથી વધુ ચાલે છે. અને આ જ કોન્સેપ્ટ પર સોશ્યલ મીડિયામાં યુવાનોને પોતાની તરફ વધુ આકર્ષિત કરવા માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપ એક પછી એક નવા ચૂંટણી વીડિયો બહાર પાડી રહ્યું છે. જેમાં ગુજરાતના જાણીતા અભિનેતાઓ ભાજપની નીતિઓનો પ્રચાર કરતા જોવા મળે છે. આ વખતના વીડિયોમાં ગુજરાતના જાણીતા કલાકાર મનોજ જોષી ભાજપના મુદ્દાઓને વીડિયો દ્વારા રજૂ કરતા જોવા મળી રહ્યા છે. ભાજપના આ નવા વીડિયોમાં કોંગ્રેસની ઉડાવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસના યુવરાજની કોમેડી આગળ ભલ ભલા કોમેડિયન પાણી ભરે. તો સાથે જ ભૂતપૂર્વ કોંગ્રેસી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી અને ખામ નીતિ પર પણ ટિપ્પણી કરવામાં આવી છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ વર્ષોથી જાતિવાદની રાજનીતિ કરી દેશના ભાગલા પાડી રહ્યું છે. અને માધવસિંહની ખામ નીતિથી તેમણે ગુજરાતના લોકોને દૂર કર્યા.

Gujarat election

વધુમાં ગુજરાતના નવા નેતાઓ અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલને પણ ઇના-મીના-ટીના જેવા નામ આપી તેમની પર પણ આરોપ કરવામાં આવ્યા છે. અને છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસથી ભારતનો ઉદ્ધાર કરશે તેમ જણાવામાં આવ્યું છે. સાથે જ મહાત્મા ગાંધી, સરદાર પટેલની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નીલકંઠ બની અનેક ઝેર પીધા છે તેમ પણ આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે. ત્યારે જાણો આ બીજું શું શું આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે. જુઓ #ProudToBeIndian હેશટેગ સાથે જીતશે વિકાસ, જીતશે ગુજરાત સીરીઝનો ભાજપનો આ વધુ એક વીડિયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X