For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ નવા વર્ષે આપશે 'એકમત ગુજરાત'નો નારો

|
Google Oneindia Gujarati News

bjp
અમદાવાદ, 11 નવેમ્બર : ભાજપા ગુજરાત રાજયની 13 તેમજ 17 ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની 182 બેઠકોની ચૂંટણીમાં મહત્તમ બેઠક પર વિજય મેળવવાના લક્ષ્યાંક સાથે દિવાળીના અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જતા પર્વની ઉજવણી બાદ પ્રારંભ થનારા નૂતન વર્ષે રાજયની તમામ 182 વિધાનસભા બેઠકોમાં નૂતનવર્ષના સંમેલનો યોજશે તેમ ભાજપાના મીડીયા ઇન્ચાર્જ ડૉ જગદીશ ભાવસારે એક યાદીમાં જણાવ્યું છે.

તેઓએ જણાવ્યું છે કે 14 નવેમ્બરથી 18 નવેમ્બર દરમ્યાન સમગ્ર રાજયમાં વિધાનસભા દીઠ યોજાનાર આ નૂતનવર્ષ સંમેલનોમાં હજારોની સંખ્યામાં બુથ અને ગ્રામ્ય સ્તર સુધીના કાર્યકરો ઉપસ્થિત રહેશે. નૂતન વર્ષની શુભેચ્છાઓની આપે - લે સાથે 'એકમત
ગુજરાત'નો નારો ગુજરાત વિરોધી 'કોંગ્રેસને ગામે-ગામથી કાઢો' ગુંજતો કરીને વિધાનસભાની ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે સમગ્ર રાજયમાં પાંચ દિવસમાં આ સંમેલનો પુરા કરાશે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, ગુજરાતને અન્યાય તેમજ કોંગ્રેસના વાણી-વિલાસ સામે વિકાસ અને નેતૃત્વના મુદ્દાને આ સંમેલનોના માધ્યમથી લોકો સુધી પહોંચાડાશે અને કોંગ્રેસને પરાસ્ત કરવા પરિશ્રમશીલ થવા નેતાઓ અને મહાનુભાવો કાર્યકરો અને શુભેચ્છકોને આહવાન કરશે.

English summary
BJP will give 'Ekmat Gujarat'slogan in new year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X