લોકસભાની ચૂંટણીને લઇને સુરેન્દ્રનગરમાં ભાજપની બે દિવસીય પ્રદેશ કારોબારીની બેઠક મળશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ભાજપ ફરી લોકસભાની ચૂંટણીમાં કામ કરવા માટે તૈયારી શરૂ કરી દિધી છે. સુરેન્દ્રનગરમાં આજે કારોબારીની બેઠક મળશે.
ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય 23 અને 24 જાન્યુઆરીના રોજ પ્રદેશ કારોબારી મળશે જેમા 2024 માં યોજાનાર લોકસભાની ચૂંટણીનેપર ર્ચચા કરવામાં આવશે તેમજ દિલ્હીમા મળેલી રાષ્ટ્રી કાર્યકારિણીમાં મંજુર કરવામા આવેલ મુદ્આોને અનુમોદન આપવા્મા આવશે. આ સાથે ગુજરાત ભાજપ સંગઠન ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દેશે. સી.આર પાટીલે આ બેઠકને લઇે જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મળી તેનો શ્રેય પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના કેન્દ્ર અને રાજ્ય સરકારના મત્રીઓ ધારાસભ્યો આગેવાનો પેજ કમિટીને જીતનો શ્રેય આપ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂટણીમા કોગ્રેસ અને ભાજપના મતોના તફાવતમાં વધારો થયો છે. પહેલા આ તફાવત પહેલા 19 લાખ હતો તે વધીને 80 લાખ જેટલો ઇ ગયો છે. ભાજપને 27 વર્ષ પછી પણ એન્ટિઇન્કમબન્સી નડી નહી હોવાનુ સી.આર પાટીલે જણાવ્યુ હતુ. વર્ષ 2017 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે 19 લાખનું અતંર હતુ. જે આ વખતની ચૂંટણીમાં 80 લાખ સુધી પહોચી ગયુ હતે.
સુરેન્દ્રનગરમાં મળનાર બે દિવસય બેઠકમાં લોકસભાની ચૂટણીને લઇને તૈયાર કરવામાં આવશે . તેમજ આ બેઠકમાં 700 જેટલા અપેક્ષિત કાર્યકર્તાઓને ભાગ લેશે. બેટકમાં લોકોસભઆની ચૂટણી માટેનુ બ્યુગલ ફુકવામા આવશે.
સી.આર પાટીલ આમ આદમી પાર્ટીને લઇને કહ્યુ હતુ કે, ગુજરાતની જનતાએ ક્યારે ત્રીજા પક્ષનો સ્વીકાર કર્યો નથી. જ્યારે કોગ્રેસ અને ભાજપમાં મતનું અંતર વધુ જઇ રહ્યુ છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 26 માથી 26 બેઠક મળશે.












Click it and Unblock the Notifications
