રાજયભરની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રક્ષા સુત્ર અર્પણ કરશે
રાજયભરની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રક્ષા સુત્ર અર્પણ કરવામાં આવશે. ડો.દિપિકાબેન સરડવાએ સંબોધન કરતા જણાવ્યું કે, આવનાર દિવસમાં ભાઇ-બહેનનો તહેવાર રક્ષાબંધન આવી રહ્યો છે તે સંદર્ભે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાજયભરની બહેનો દ્વારા રાખડી મોકલવામાં આવશે.

ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગર, વોર્ડ અને મંડળ સ્તરે ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતન તેમજ નગરપાલિકાની બહેનો એ જાતે રાખડી બનાવી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચાડી છે તે રાખડીઓને દિલ્હી મોકલવામાં આવશે.
દિપિકાબેન સરડવાએ વધુમાં જણાવ્યું કે, આવનાર દિવસમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો 73મો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે રાજયભરની બહેનો દ્વારા 73 હજાર કરતા પણ વધુ રક્ષાસુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મોકલવામાં આવનાર છે. મહિલા મોરચાના બહેનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દીર્ધઆયુ જીવન માટે પ્રાર્થના કરશે.
રક્ષાબંધન સપ્તાહનો પ્રારંભ થનાર છે જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રક્ષાસુત્ર બાધવામાં આવશે. તેમજ 30મી તારીખ રક્ષાબંધનના દિવસે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો રાખડી બાંધવા જશે. તેમજ આ સપ્તાહમાં સમાજની સુરક્ષા પ્રદાન કરતા સુરક્ષા કર્મી, પોલીસ વિભાગના ભાઇઓ તેમજ કચ્છ અને નડ્ડાબેટ ખાતે સેનાના ભાઇઓને બહેનો રાખડી બાંધશે.
મહિલા મોરચાના કાર્યકર બહેનો દ્વારા વૃક્ષને રાખડી બાંધી તેમના ઉછેર અને જતનનો સંકલ્પ કરે તેનું આયોજન કરવામાં આવ્યું છે. રાજયભરની મહિલાઓ દ્વારા વડાપ્રધાન રક્ષાબંધનની શુભકામના સાથે લોકસભા ચૂંટણીમાં આ વખતે 400 થી પણ વધુ બેઠકો જીતે તે માટે શુભેચ્છા સાથે પત્ર મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
