ગુજરાતની ચૂંટણીમાં ભાજપ 150 બેઠક જીતશે : રાજનાથ

ઉત્તર ગુજરાતના બેચરાજીમાં વિવેકાનંદ યાત્રા અંતર્ગત યોજયેલી સભામાં બોલતા ભાજપના લોકસભા સાંસદ રાજનાથ સિંહે જણાવ્યું કે 'મને ગુજરાતમાં લોકોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેના આધારે હું કહું છે કે ગુજરાતમાં ગઇ વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં વધારે બેઠકો પર વિજય મળશે. ગુજરાત ભાજપ અંદાજે 150 બેઠકો જીતશે.'
તેમણે ગુજરાતમાં મોદી સરકારે કરેલા વિકાસના દાખલા આપવાની સાથે જણાવ્યું કે 'ગુજરાતમાં થયેલા વિકાસને કારણે તે વૈશ્વિક કક્ષાએ ઝળક્યું છે. આ કારણે ગુજરાત વિધાન સભા ચૂંટણી 2012 પર માત્ર ગુજરાત કે ભારતના લોકો નહીં પણ સમગ્ર વિશ્વના લોકોની નજર રહેશે. ગુજરાતમાં વિજય બાદ આગામી સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીઓમાં ભાજપને આગળ વધતા કોઇ રોકી શકશે નહીં.'












Click it and Unblock the Notifications
