બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ અબુ જુંદાલને અમદાવાદ લવાયો

ગુજરાત એટીએસના પ્રમુખ મનોજ શશિઘરે કહ્યું હતું કે દિલ્હીના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિદ્યા પ્રકાશે તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતની એટીએસને કસ્ટડી સોંપવાનો હુકમ કર્યા પછી તેને દિલ્હીની તિહાર જેલમાંથી કડક સુરક્ષા વચ્ચે તેને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
સઇદ જબિઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલને ગુજરાત એટીએસને હવાલે કરવામાં આવ્યો છે. 19 ફેબ્રુઆરી 2006ના રોજ કર્ણાવતી એક્સપ્રેસમાં થયેલા બોમ્બ લાસ્ટનું કાવતરૂ ઘડનારાઓમાંનો એક છે.
અબુ જુંદાલ ગોધરાકાંડ પછી બદલો લેવાની ભાવનાથી લશ્કર-એ-તોઇબાના આતંકવાદી સંગઠન સાથે જોડાયો હતો. આ ઉપરાંત ૨૬/૧૧ના હુમલોનો માસ્ટર માઇન્ડ છે. મુંબઈમાં હુમલા થઇ રહ્યા હતા ત્યારે અબુ જુંદાલ કરાચીમાંથી મુંબઈમાં આતંકી હુમલો કરી રહેલા ૧૧ આતંકવાદીઓનું મોનિટરિંગ કરતો હતો. આ ૧૧ આતંકવાદીઓને તેણે હિન્દી અને મરાઠી ભાષાની ટ્રેનિંગ આપી હતી.
મુંબઈની એટીએસની ટીમે અબુની ધરપકડ કરીને હાથ ધરેલી પૂછપરછમાં અબુ ખતરનાક આતંકવાદી કેવી રીતે બન્યો અને તેણે મુંબઈમાં કેવી રીતે કાવતરું પાર પાડ્યું તેની ચોંકાવનારી માહિતી બહાર આવી












Click it and Unblock the Notifications
