વલસાડમાં બુટલેગરો બેફામ, પોલીસ પર ગાડી ચઢાવતા ફાયરિંગ
ગુજરાત આમ તો ડ્રાય સ્ટેટ ગણાય છએ પરંતુ અહીં ખુલ્લે આમ દારૂ વેચાવો તે નવી બાબત નથી અને બુટલેગરોને હવે પોલીસનો પણ ડર ન રહ્યો હોય તેમ બુટલેગરો બેફઆમ બન્યા છે.
ગુજરાત આમ તો ડ્રાય સ્ટેટ ગણાય છએ પરંતુ અહીં ખુલ્લે આમ દારૂ વેચાવો તે નવી બાબત નથી અને બુટલેગરોને હવે પોલીસનો પણ ડર ન રહ્યો હોય તેમ બુટલેગરો બેફઆમ બન્યા છે અને પોલીસ પર પણ હુમલો કરતા અચકાતા નથી. આવી જ એક ઘટના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે બની હતી જેમાં બુટલેગરોએ દારૂ ભરેલી કાર પોલીસ પર ચઢાવી દેવાનો પ્રય્તન કર્યો હતો.

ઘટના એવી હતી કે વલસાડ-ધરમપુર હાઇવે ઉપર દારૂ ભરેલી સફેદ કાર આવી રહી છે. એવી બાતમી વલસાડ પોલીસને મળી હતી. જેથી આજે બુધવારે વલસાડ પોલીસે હાઇવે ઉપર બાતમીના આધારે નાકાબંધી કરી હતી. આ દરમિયાન દારૂ ભરેલી કાર બુટલેગરોએ પોલીસ ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કરાતા પોલીસે ગાડી ઉપર એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ફાયરીંગ કરાતા કાર ચાલક સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ બુટલેગરો કાર મૂકીને નાસી જવામાં સફળ રહ્યા હતા.
આજે સવારે બુધવારે વલસાડ પોલીસને બાતમી મળી હતી. કે મુંબઇ થી એક સફેદ કલરની ગાડી જેનો નંબર જીજે-5- સીબી- 6267માં દારૂ ભરીને સુરત લઇ જવાય રહ્યો છે. જે અંગે વલસાડ પોલીસ ધરમપુર પોલીસને નાકાબંધી કરી ગાડી રોકવા માટે જણાવ્યું હતું. ધરમપુર પોલીસે આ કાર હાઇવે ઉપરથી આવી રહી છે. જે જોતા તેણે ઇશારો કરીને કાર ઉભી રાખવા જણાવ્યું હતું. પરતું બુટલેગરે આ કાર ઉભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં કારને હાકી લીધી હતી. બાદમાં ધરમપુર પોલીસે કારનો પીછો કરીને નાકાંબધી કરવા પ્રયાસ કર્યો હતો. પરતું બુટલેગરે કાર પોલીસ ઉપર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી ધરમપુર પોલીસે કારને અટકાવા માટે કારના ટાયર ઉપર પોતાની સરકારી ગનમાથી એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. પરતું ટાયરને બદલે કારના બોનેટ ઉપર લાગતા કારના ચાલક બુટલેગર પોતાની કાર ઉપરનો કાબૂ ગુમાવતા કાર આગળ જઇને એક ઇલેકટ્રીકના થાંભલા સાથે અકસ્માત સર્જાયો હતો. અને કાર મૂકીને બૂટલેગર ખેતરોમાં નાસી ગયા હતા. પોલીસે 69 હજારનો દારૂ અને કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી




Click it and Unblock the Notifications
