બોટાદ: પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મળ્યો લાભુબેન વિદાણીને આસરો
Botad Pradhan Mantri Awas Yojana : ગ્રામિણ વિસ્તારમાં હજુ એવા અનેક પરિવાર છે, જેઓને ઘરનું ઘર વસાવવુંએ એક સ્વપ્ન સમાન છે, પરંતુ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દરેક વ્યક્તિનું એ સ્વપ્ન માત્ર સ્વપ્ન નહીં, પરંતુ હકીકત બની રહ્યું છે.
આ અંતર્ગત રાણપુર તાલુકાના અળવ ગામના વતની લાભુબેન વાલજીભાઈ વિદાણીને આ યોજનાનો લાભ મળ્યો છે. સહાય મળ્યા પહેલા લાભુબેનને કાચુ મકાન હતું. તેમજ મંજૂરી કામ કરીને તેમના ઘરનું ગુજરાન ચલાવતા હોવાથી નવું મકાન પણ બનાવી શકતા ન હતા, પરંતુ સરકારની યોજનાથી હવે તેઓ પાકા અને સ્લેબ વાળા મકાનમાં રહે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મકાન મળવાથી માત્ર કાચા મકાનમાંથી પાકા મકાનમા આવવાનો જ ફાયદો નથી થયો, પરંતુ જીવનધોરણમાં પણ ઘણો ફેરફાર થયો છે.
લાભાર્થી કહે છે કે, પરિવારનાં પાંચ સભ્યો જ્યારે કાચા મકાનમાં સાથે રહેતા, ત્યારે ઘણી અગવડતાનો સામનો કરવો પડતો હતો, પરંતુ આવાસ યોજનાથી પાકા મકાનમાં સરળતાથી દરેક સુવિધાઓ મળી રહે છે.
બાળકોને વાંચવા માટે અલગ રૂમ મળવાથી અભ્યાસમાં પણ ખાસ્સો સુધારો આવ્યો છે. નવા મકાનમાં રહેવા જવાથી જ બાળકો અને ઘરના તમામ સભ્યોના ચહેરા પર ખુશીઓની લહેર છવાઈ ગઈ છે. આમ લાભુબેન અને તેમના પરિવારે સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
