બોટાદઃ લોક કલાકારને દારુ પીને ગાવુ ભારે પડ્યું, થઈ લાફાવાળી
બોટાદઃ લોક કલાકારને દારુ પીને ગાવુ ભારે પડ્યું, થઈ લાફાવાળી
બોટાદઃ હંમેશાથી લોકડાયરાનો ઉદ્દેશ્ય આપણી સંસ્કૃતિની પવિત્રતા વધારવાનો રહ્યો છે, જેમાં ભજન કિર્તનની સાથોસાથ આપણા વારસાગત જીવનની કથાઓ પણ કરવામાં આવતી હોય છે. જો કે એક કલાકારે આ લોક ડાયરાની ગરીમાને હાની પહોંચાડતાં ચાલુ કાર્યક્રમે લાફાવાળી થઈ હતી. ભજન ગાતી વખતે જ સ્ટેજ પર આવી એક વ્યક્તિએ આ કલાકારને લાફા ઝીંકી દીધા હતા.

માહિતી મુજબ બોટાદમાં પ્રભાતસિંહ સોલંકી માતાજીના માંડવામાં ભજન ગાવા આવ્યા હતા, આ કલાકાર દારૂ પીને કાર્યક્રમમાં આવ્યા હતા અને માતાજીનાં ભજન પણ પીધેલી હાલતમાં જ ગાય રહ્યા હતા. ત્યારે જ એક વ્યક્તિ સ્ટેજ પર આવ્યો અને અમદાવાદના કલાકાર પ્રભાતસિંહ સોલંકીને લાફાવાળી કરી હતી. વ્યક્તિનો આરોપ હતો કે પ્રભાતસિંહ સોલંકી દારૂ પીને માતાના પવિત્ર માંડવાના કાર્યક્રમમાં ભજન ગાવા આવ્યો હતો. આ વાતની જાણ થયા બાદ અન્ય લોકોએ પણ પ્રભાતસિંહને મેથીપાક ચખાડ્યો હોવાની માહિતી સામે આવી હતી. જે બાદ પ્રભાતસિંહે ત્યાંથી ભાગવાનો વારો આવ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
Recommended Video













Click it and Unblock the Notifications
