Video: બોટાદમાં માર્કેટ યાર્ડના ચેરમેન વચ્ચે થઇ મારપીટ!
બોટાદ માર્કેટ યાર્ડના ચેરમેન અને ભૂતપૂર્વ ચેરમેન વચ્ચે થઇ મારપીટ. તેનો વીડિયો જુઓ અહીં.
બોટાદ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેને માર્કેટ યાર્ડના ચેરમેનને લાફો ઝીંક્યો હતો. પૂર્વ ચેરમેન માર્કેટ યાર્ડના ચેરમેનને લાફો મારતા વીડિયોમાં કેદ થઇ ગયા હતા. મળતી માહિતી પ્રમાણે આજે બોટાદ માર્કેટ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જેના કારણે વાતાવરણ ગરમાયું હતું. અને વિકાસના કામ નહીં થયા હોવાનું કહીને હાથાફાઇ થઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ વીડિયો હાલમાં વાયરલ થયો છે.

વીડિયોમાં દેખાય છે કે ચેરમેન ભીખા લણિયા અને પૂર્વ ચેરમેન અજિત વાળા એક બીજા સાથે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમ્યાન મામલો ઉશ્કેરાઈ જતા અચાનક પૂર્વ ડિરેક્ટર અજિત વાળાએ ભીખાભાઈને લાફો ઝિંકી દીધો હતો. વધુમાં તેમની રોકવા જતા ધક્કામુક્કી પણ થઇ હતી જેમાં અજિત વાળા નીચે પડી ગયા હતા. જો કે તે પછી ભીખાભાઇ તેમના સાથીઓ સાથે ત્યાંથી નીકળી ગયા હતા. જોકે, ખાસ ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.પણ હાલ તેનો આ વીડિયો સામે આવ્યો છે.
{promotion-urls}












Click it and Unblock the Notifications
