જામનગરમાં એક વાડીમાંથી રોકેટના તૂટેલા ભાગ જેવી વસ્તુ મળી આવી

Subscribe to Oneindia News

જામનગરના સરમત ગામ પાસે આવેલી વાડીમાંથી રોકેટના તૂટેલા ભાગ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી. પ્રાથમિક તબક્કે આ ભાગ એરફોર્સના વિમાનમાંથી પડી હોવાનું સામે આવ્યું હતું.

jamnagar

આ બાબત સોમવારે બપોરે ધ્યાનમાં આવી હતી જ્યારે વાડીમાં રહેતા લખમણભાઈ તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે જ રોકેટ જેવો લાગતો આ પદાર્થ આકાશમાંથી પડ્યો હતો. ત્યારબાદ આ બાબતની જાણ થતા એરફોર્સના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તાર કોર્ડન કરીને તપાસ હાથ ધરી હતી. એરફોર્સના અધિકારીઓ દ્વારા આ રોકેટ લોંચર હોવાનું જણાવાયુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે પરીક્ષણ દરમિયાન તે અહીં પડ્યુ હોઇ શકે. ત્યારબાદ જમીનમાં ખૂંચી ગયેલા રોકેટ લોંચરને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. આ માહિતી મળ્યા બાદ લોકોને રાહત મળી હતી.

English summary
broken part of rocket found in jamnagar
Please Wait while comments are loading...