બસપા ગુજરાતમાં તમામ બેઠકો પરથી લડશે ચૂંટણી

'' અમે કદાચ સરકાર ના રચી શકીએ પરંતુ અમે રાજ્યમાં કિંગ મેકર સાબિત થઇ શકીએ છીએ. અમે અમારી રણનીતિ અંગે એક દમ સ્પષ્ટ છીએ અને એક પણ રાજકીય પાર્ટીએ રાજ્યમાં પોતાના ઉમેદવાર પસંદ કરવાનું સાહસ કર્યું નથી, જેનાથી એ વાત જાણી શકાય છે કે તેઓ સત્તાને લઇને સંઘર્ષ અનુભવી રહ્યાં છે,'' તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચાર મુદ્દે બેવડા વલણ અપનાવવાનો આરોપ લગાવી તેમણે કહ્યું કે, મોદી ભ્રષ્ટાચાર મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે, પરંતુ અહીં તેમનો એક મંત્રી કથિત રીતે કરોડોના કૌભાંડમાં સામેલ છે.
બસપા ચીફ માયાવતીના ગુજરાતમાં પ્રચાર અંગે તેમણે કહ્યું કે, અમારા નેતા માયાવતી ચોક્કસ ગુજરાત આવશે અને જરૂર પડશે તો એક કરતા વધુ વખત તે રાજ્યની મુલાકાત લેશે.












Click it and Unblock the Notifications
