કાઠમાંડુમાં 17 ગુજરાતીઓના અકસ્માતમાં મોત, પરિવારને 4 લાખની સહાય

કાઠમંડુ, 22 એપ્રિલ: એક દુ:ખદ સમાચાર નેપાળથી આવી રહ્યા છે, જેમાં ગુજરાતી પ્રવાસીઓને કાઠમંડુમાં અકસ્માત કાળ બનીને નડ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર ગુજરાતી પ્રવાસીઓ કાઠમંડુના પ્રવાસ પર ગયા હતા ત્યારે તેમની બસને અકસ્માત થતા ખીણમાં ગરકાવ થઇ ગઇ હતી, જેમાં 17 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે વધું 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી પાંચની હાલત વધું ગંભીર બતાવવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે આ ગુજરાતી પ્રવાસીઓ મૂળ સુરેન્દ્રનગર, વઢવાણના હતા, જ્યાંથી તેઓએ બસ દ્વારા નેપાળ યાત્રા શરૂ કરી હતી, કાળ બનીને અકસ્માત 17 ગુજરાતી પ્રવાસીઓને ભરખી ગયો અને નેપાળ યાત્રા તેમની અંતિમ યાત્રા બની ગઇ. જ્યારે વધું 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ઘટનાના પગલે ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે, અને અકસ્માતના પગલે તાત્કાલિક કેબિનેટની બેઠક બોલાવી અને અકસ્માત અંગેની માહિતી મગાવી હતી. ભારતીય રાજદૂત નેપાળના રાજદૂત સાથે આ અંગે સંપર્કમાં છે, અને ઘટનાની વધુ માહિતી મેળવી રહ્યા છે.

મૃતકોના પરિવાર જનોને ચાર લાખની સહાય
કાઠમંડૂમાં અકસ્માતનો ભોગ બનેલા ગુજરાતી પ્રવાસીઓમાં મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. તેમજ ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર મળી રહે અને તેમને લેવા માટે ચાર્ટેડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે.

નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત

નેપાળમાં બસ અકસ્માત, 17 ગુજરાતીઓના મોત

કાઠમંડુમાં ભારતીય રાજભવન દ્વારા બસ અકસ્માતને લગતી તમામ માહિતી આપવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X