મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહેલી બસનો અકસ્માત, 15 યાત્રીઓ ઘાયલ
મહારાષ્ટ્રથી ગુજરાત આવી રહેલી બસનો અકસ્માત, 15 યાત્રીઓ ઘાયલ
સુરત જિલ્લાના બારડોલી- ગંગાધર વચ્ચે ગોજારો અકસ્માત થયો છે. બસ ઉંડી ખીણમાં ખાબકતાં 15 લોકો ઘાયલ થઈ ગયા. આ બસ મહારાષ્ટ્રના ભુસાવલથી અમદાવાદ આવી રહી હતી. આ બસમાં કુલ 35 મુસાફરો સવાર હતા. ઘટના બાદ ઘટનાસ્થળે બુમાબુમ થઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલા મુસાફરો અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઘાયલ મુસાફરોને ઈલાજ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

થોડા ઘાયલ મુસાફરોએ જણાવ્યું કે, બસના ડ્રાઈવર અને કંડક્ટર દારૂના નશામાં હતો. રાત્રે બસમાં સવાર મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ. બસ અનિયંત્રિત થતાં જ ડ્રાઈવર અને કંડક્ટર બસમાંથી કૂદી ગયા. ખાડીમાં ગગડતા પહેલાં બસે 3 વાર પલટી ખાધી. અકસ્માત થયો ત્યારથી જ બસના ડ્રાઈવર અને કંડક્ટર ફરાર છે.
અમરેલીમાં પણ બસ પલટી ગઈ હતી
ગુજરાતમાં જ અગાઉ પણ એક બસ પલટી ગઈ હતી. તે દુર્ઘટના અમરેલી જિલ્લાના ગોરકડા ગામ પાસે સર્જાઈ, જ્યાં યાત્રીઓને લઈ જઈ રહેલી બસ પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનાને પગલે એક મહિલા સહિત 2 યાત્રીઓના મોત થયાં અને 13 લોકો ઘાયલ થયા હતા.
-
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું












Click it and Unblock the Notifications
