ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા મતદાર વિભાગના ૧૩૫૦ મતદાન મથકો માટે ૧૫૫ ઝોનલ રૂટ નક્કી કરાયા

લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તાર માટે આગામી તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. જેમાં જિલ્લાના કુલ ૧૩,૨૫,૬૦૪ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

લોકશાહીના મહાપર્વ સમાન વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિધાનસભા મતવિસ્તાર માટે આગામી તા. ૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાન યોજાશે. જેમાં જિલ્લાના કુલ ૧૩,૨૫,૬૦૪ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સમગ્ર મતદાન પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લાની પાંચ બેઠકો પર કુલ ૧૫૫ ઝોનલ રૂટ નક્કી કરી તેમના માટે ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.

ELECTION

ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠકો પર આદર્શ અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ તમામ બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. મતદાનની તમામ પ્રક્રિયાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે દહેગામ, ગાંધીનગર(ઉ), ગાંધીનગર(દ), માણસા અને કલોલ બેઠકોના ચૂંટણી અધિકારીઓ દ્વારા પોતાના મતવિસ્તારના મતદાન મથકો અનુસાર રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

આ માટે ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગની બેઠકો પર કુલ ૧૩૫૦ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં દહેગામમાં ૨૫૫, ગાંધીનગર(દ)માં ૩૫૧, ગાંધીનગર(ઉ)માં ૨૪૨, માણસામાં ૨૬૫ અને કલોલમાં ૨૩૭ મતદાન મથકોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર મતદાન મથક અનુસાર ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. દહેગામ બેઠક માટે કુલ- ૨૬, ગાંધીનગર(ઉ) બેઠક માટે ૩૧, ગાંધીનગર(દ) માટે ૩૯, માણસા બેઠક માટે ૨૯ અને કલોલ બેઠક માટે ૩૦ ઝોનલ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. એક રૂટમાં વધુમાં વધુ ૧૦ મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવે છે. ઝોનલ રૂટ અનુસાર બસના રૂટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. આ તમામ બસો જીપીએસ સિસ્ટમથી કનેક્ટ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X