For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોર્પોરેટ હાઉસ ઉછાળી રહ્યાં છે મોદીનું નામઃ શરદ યાદવ

|
Google Oneindia Gujarati News

sharad-yadav
નવીદિલ્હી, 8 ફેબ્રુઆરીઃ જેડીયુ અધ્યક્ષ અને એનડીએના સંયોજક શરદ યાદવે ગુજરાતના મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ ભાજપ નેતા નરેન્દ્ર મોદીનું નામ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉછાળવામાં આવતા તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર આરોપ લગાવ્યો છે કે પીએમ પદના ઉમેદવાર તરીકેનુ નામ કેટલાક કોર્પોરેટ હાઉસ ઉછાળી રહ્યાં છે.તેમના દ્વારા એનડીએના પીએમ પદના ઉમેદવાર અંગેની ચર્ચામાં આગમાં ઘી હોમવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

શરદ યાદવે કોર્પોરેટ સેક્ટરને ચેતવણી ભર્યા અવાજમાં કહ્યું કે તે આગ સાથે ના રમે. તેમણે તીખો કટાક્ષ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની શોધ બંદ કરી દેવી જોઇએ. આ પદની એવી રીતે શોધ થઇ રહી છે, જેમ કે ન્યૂક્લિયર બોમ્બ માટે શોધ થઇ રહી છે.

કેગ અને કોંગ્રેસની વચ્ચે મચેલા ધમાસાણ પર શરદ યાદવે કહ્યું કે કેગ પર હુમલો નિંદનીય છે. તો એક એકાઉન્ટિંગ ઓથોરિટી છે. લેખા-જોખા રાખી છે. બાબા સાહેબ કહેતા હતા કે અમને અફસોસ છે કે આપણે તેને તાકાત આપી નથી રહ્યાં.

English summary
JDU chief Sharad Yadav on Friday claimed that corporate houses were fuelling the debate on the National Democratic Alliances prime ministerial candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X