ગુજરાતની પેટાચૂંટણીમાં પણ રહ્યો ભાજપનો દબદબો
ગાંધીનગર, 16 મે: આજે લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવી છે. મોદીના પ્રવાહના કારણે મોટાભાગની બેઠકો પર ભાજપે પોતાનો પરચમ લહેરાવી ઇતિહાસ રચી દીધો છે. જોકે પાર્ટીના દિગ્ગજ નેતાઓ આ જીતનો શ્રેય ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને આપે છે, અને કેમ ના આપે કારણ કે તેમણે છેલ્લા ત્રણ-ચાર મહીનામાં 400થી વધારે રેલીઓનું આયોજન કરીને વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો સક્ષમ પ્રયાસ કર્યો છે. જેના માટે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે મોદીના ભરપૂર વખાણ કર્યા છે.
જોકે આ તો વાત થઇ દેશની લોકસભાની બેઠકની પરંતુ, લોકસભાની બેઠકની સાથે સાથે ગુજરાતની પેટાચૂંટણીને ના ભૂલવી જોઇએ. 30 એપ્રિલના રોજ ગુજરાતની લોકસભાની 26 બેઠકની સાથે સાથે ગુજરાત વિધાનસભાની સાત બેઠકોની પણ પેટાચૂંટણી યોજાઇ હતી. આ સાત બેઠકો માટે પણ આજે મતગણતરી થઇ રહી છે. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે.
આવો જોઇએ કઇ બેઠક પરથી કોણ જીતી રહ્યું છે...

અબડાસા (કોંગ્રેસ)
અત્રેથી કોંગ્રેસના શક્તિસિંહ ગોહીલ 764 મતોના અંતરથી ભાજપના છબીલદાસ પટેલને માત આપી છે.

રાપર (ભાજપ)
રાપરમાં ભાજપના પંકજ મેહતાએ કોંગ્રેસના બાબુભાઇ શાહને 1500 વોટના માર્જિનથી માત આપપી છે.

હિમ્મતનગર (ભાજપ)
હિમ્મતનગરમાં ભાજપના રાજુભાઇ ચાવડાએ કોંગ્રેસના વિપુલભાઇ પટેલને 2500 મતોના માર્જિનથી માત આપી જીત મેળવી છે.

વિસાવદર (કોંગ્રેસ)
વિસાવદરમાં કોંગ્રેસના હર્ષદકુમાર રિબાદીયાએ ભાજપના ભરતભાઇ પટેલને 10 હજાર મતોના માર્જિનથી માત આપી છે.

સોમનાથ (ભાજપ)
સોમનાથમાં ભાજપના જશાભાઇ બારડે કોંગ્રેસના ડૉ. નિશાંત ચોટાઇને 25 હજારના માર્જીનથી માત આપી બેઠક પર વિજય મેળવ્યો છે.

માંડવી (કોંગ્રેસ)
માંડવીમાં કોંગ્રેસના આનંદભાઇ ચૌધરીએ ભારતીય જનતાપાર્ટીના હેમલતાબેન વસાવાને 22 હજાર મતોના અંતરથી માત આપી છે.

લાઠી(ભાજપ)
ભાજપના ઉનહદ બાવકુભાઇએ કોંગ્રેસના હનુભાઇને 2600 જેટલા મતોના માર્જીનથી માત આપી છે.












Click it and Unblock the Notifications
