વડોદરાઃ બેકાબુ ભીડનો પત્થરમારો રોકવા માટે પોલિસે કર્યો લાઠીચાર્જ, ઘણા પોલિસકર્મીઓ ઘાયલ

નાગરિકતા સુધારા કાયદો (સીએએ)ના વિરોધ દરમિયાન ગુજરાતમાં શુક્રવારે પણ હિંસક પ્રદર્શન થયુ. પત્થરબાજીમાં અધિકારી સહિત ઘણા પોલિસકર્મીઓ ઘાયલ થઈ ગયા.

નાગરિકતા સુધારા કાયદો (સીએએ)ના વિરોધ દરમિયાન ગુજરાતમાં શુક્રવારે પણ હિંસક પ્રદર્શન થયુ. અહીં વડોદરામાં ભીડમાં શામેલ ઉપદ્રવીઓએ પત્થરમારો શરૂ કરી દીધો. વિરોધ શાંત કરવા માટે પોલિસ જાપ્તો તૈનાત થયો. વિરોધ એટલે વધી ગયો કે પોલિસ-પ્રદર્શનકારીઓમાં ઝડપ થવા લાગી. પોલિસે લાઠીચાર્જ શરૂ કર્યો. ફાયરિંગ પણ કરવી પડી. ભયંકર ઝડપ દરમિયાન પોલિસના ઘણા મોટા અધિકારીઓ ઘાયલ થયા. પત્થરબાજીમાં અધિકારી સહિત ઘણા પોલિસકર્મીઓ ઘાયલ થઈ ગયા.

ગુજરાતમાં 8 હજાર લોકો પર એફઆઈઆર થઈ

ગુજરાતમાં 8 હજાર લોકો પર એફઆઈઆર થઈ

પોલિસે નાગરિકતા કાયદાના વિરોધમાં ગુરુવારે થયેલા હિંસક પ્રદર્શનમાં શામેલ રહેલા 8 હજાર લોકો પર હત્યાના ષડયંત્ર અને અન્ય કલમોમાં કેસ નોંધ્યો. શુક્રવારે આ કેસમાં અમદાવાદથી કોંગ્રેસ ધારાસભ્ય સહિત 49 લોકોની ધરપકડ થઈ.

અમદાવાદમાં 25થી વધુ સિપાહી ઘાયલ થઈ ગયા

અમદાવાદમાં 25થી વધુ સિપાહી ઘાયલ થઈ ગયા

અમદાવાદના શાહ આલમમાં ગુરુવારે ભારે પત્થરમારો થયો. પોલિસકર્મીઓપર જાનલેવા હુમલ થયો જેમાં 25થી વધુ સિપાહી ઘાયલ થઈ ગયા. આ હુમલામાં એક ડીસીપી, એક એસીપી સહિત કૉન્સ્ટેબલ શામેલ છે.

બનાસકાંઠામાં 3022 પ્રદર્શનકારીઓ પર કેસ નોંધાયો

બનાસકાંઠામાં 3022 પ્રદર્શનકારીઓ પર કેસ નોંધાયો

પોલિસકર્મીઓ પર હુમલાના સંદર્ભમાં અમદાવાદમાં 5 હજાર લોકો પર ઈસનપુર પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસોમાં હત્યાનુ ષડયંત્ર, શાસકીય કાર્યમાં બાધા નાખવા જેવી કલમો લગાવવામાં આવી. વળી, ગુરુવારે બનાસકાંઠાના મુખ્ય હાઈવે પર ભીડે પોલિસની ગાડી પર હુમલો કર્યો હતો. આ કેસમાં 3022 પ્રદર્શનકારીઓ પર કેસ નોંધવામાં આવ્યો. આમાંથી 22ની ઓળખ કરી લેવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X